જામનગરમાં ઇંગ્લીશ દારુ સાથે બે શખ્સ ઝડપાયા

  • November 18, 2023 12:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રીક્ષા સહિત ૩ લાખનો મુદામાલ કબ્જે : લાલપુરમાં દેશી દારુ અંગે દરોડો

જામનગરના સ્વામીનારાયણ ટાઉનશીપ પાસેથી બે શખ્સોને ઓટો રીક્ષામાં ઇંગ્લીશ દારુ લઇને નીકળતા કુલ ૩.૧૫ લાખના મુદામાલ સાથે પકડી લીધા હતા. જયારે લાલપુરના હરીપર ગામમાંથી એક શખ્સને ૧૦ લીટર દેશી દારુ સાથે દબોચી લીધો હતો.
મુળ જામજોધપુરના સમાણા ગામના અને હાલ જામનગરના ગોકુલનગર મયુર એવન્યુ શેરી નં. ૧ ખાતે રહેતા વિરમ જેઠા કનારા અને કૌશીક સોમાત ધોયલ નામના બે શખ્સો સ્વામીનારાયણ ટાઉનશીપ વાડી પાસેથી નીળકતા સીટી-સી પોલીસે બંનેને દબોચી લીધા હતા.
તેની પાસેથી ૩૦૦ એમએલ ઇંગ્લીશ દારુ, પ્રવાહી ભરેલ બોટલ, બે મોબાઇલ અને ઓટો રીક્ષા મળી કુલ ૩.૧૫.૨૦૦નો મુદામાલ કબ્જે કરી પુછપરછ હાથ ધરી હતી.
આ ઉપરાંત લાલપુરના હરીપર ગામ ડેરી ધાર ખાતે રહેતા કિશન લાખા બારીયાના મકાને સ્થાનીક પોલીસે દરોડો પાડી ૧૦ લીટર દેશી દારુ સાથે પકડી લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application