વિદેશી દારૂની ૮૮ બોટલ સાથે બે શખ્સ ઝડપાયા ધરપકડ

  • September 16, 2024 05:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઘોઘા તાલુકાના આદકરા ગામની વાડીમાં છુપાવવામાં આવેલી  વિદેશી દારૂની ૮૮ બોટલ સાથે  પોલીસે બે શખ્સની ધરપકડ કરી  હતી. પોલીસે દારૂનો વધુ જથ્થો કોઈ જગ્યાએ છુપાવવામાં આવ્યો  છે કે કેમ ? તેમજ દારૂ કોની પાસે  લાવવામાં આવ્યો હતો અને કોને  આપવામાં આવનાર હતો ? તે  દિશામાં વધુ તપાસ હાથ ધરી હતી. 
ઘોઘા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાઇક લઈને જઈ રહેલા  કૃષ્ણસિંહ ઉર્ફે ગોટી યોગેન્દ્રસિંહ  ગોહીલને અટકાવી પોલીસે તેની ૫ ઝડતી લેતા તેની પાસેથી દારૂની ત્રણ  બોટલ મળી આવી હતી. પોલીસે દારૂના જથ્થા બાબતે પુછપરછ કરતાં આ શખ્સે જણાવ્યું હતું કે,છત્રપાલસિંહ ઉર્ફે સતુ શંભુભા ગોહીલે તેની વાડીમાં આવેલા મકાનની છત પરથી ત્રણ બોટલ લઈને વેંચી નાંખજે તેમ કહ્યું હતું અને વધુ જથ્થો જોઈએ તો વાવડી ગામના રોડ પર આવેલી તમની વાડીમાં દારૂનો જથ્થો છે. આમ, વધુ જથ્થો વાડીમાં હોવાનું જાણવા મળતા પોલીસે વાડીમાં જઇ તપાસ કરતા ત્યાં કેળના પાનની આડમાં છુપાવવામાં આવેલી દારૂની ૮૫થી વધુ બોટલો મળી આવી હતી.દારૂના ગુનામાં બે આરોપીની ધરપકડ સાથે ૪૦, ૦૦૦ ની કિંમતનુ બાઈક, ૫ હજારની કિંમતનો મોબાઇલ ફોન તેમજ દારૂની બોટલો સહિત કુલ રૂા.૮૬, ૫૨૫  નો મુદ્દામાલ કબજે કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application