જામનગરમાં આર્મીમેન સહિત બે શખ્સ શરાબના જથ્થા સાથે પકડાયા

  • October 28, 2023 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાલાજીપાર્ક અને ભકિતનગરમાં એલસીબીના દરોડા



જામનગર પોલીસ દ્વારા પ્રોહીબીશનના કેશો શોધી કાઢવા ડ્રાઇવનું આયોજન કરેલ હોય દરમ્‌યાન એલસીબીની ટુકડીએ બાલાજી પાર્ક વિસ્તારમાંથી આર્મીમા નોકરી કરતા એક શખ્સને વિદેશી દારુની 63 બોટલ સાથે અને ભકિતનગર વિસ્તારમાંથી એક શખ્સને બે બોટલ શરાબ સાથે દબોચી લીધો હતો.



રાજકોટ રેન્જ આઇજી અશોકકુમારએ જામનગર જીલ્લામાં પ્રોહીબીશન જુગારના કેશો શોધી કાઢવા સૂચના આપેલ હોય, જેથી જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂએ આ અંગે સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય, જેથી એલ.સી.બી. પો.ઇન્સ . જે.વી.ચૌધરીના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ના પો.સ.ઇ. આર.કે.કરમટા, પો.સ.ઇ. એસ.પી.ગોહિલ તથા પો.સ.ઇ. પી.એન.મોરી તથા સ્ટાફના માણસો જામનગર જામનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા.



દરમ્યાન સ્ટાફના હરદીપભાઇ બારડ, મયુરસિંહ પરમાર, હરદીપભાઇ ધાંધલને મળેલ હકિકત આધારે જામનગર આરોપી કૌશલેન્દ્ર સર્વેસિંહ બૈસ (ઉ.વ.34) આર્મીમાવાળો ગૌહાટી આસામ, રહે. જામનગર ઢીચડા રોડ બાલાજી પાર્ક-02 પ્લોટ નં. 114, વાળાના કબ્જાના મકાનમાથી ઇંગ્લીશ દા બોટલ 63, કિ. 25200 સાથે પકડી લીધો હતો.



જયારે અનીસીંગ વિજયસીંગ બૈસ (રાજપુત) રહે. જામનગર દિગ્જામ મીલ પાસે, ભકિતનગર વોરા બિલ્ડીંગ પાસે મુળ યુપીવાળાના કબજાના મકાનમાંથી ઈંગ્લીશ દાની 2 બોટલ કિ. 800ના મુદામાલ કબ્જે કરી આરોપી વિરુઘ્ધ ષીરાજસિંહ વાળાએ પ્રોહીબીશન હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application