BREAKING NEWS

સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો

  • May 05, 2026 09:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે આર્થિક રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારના નાણા વિભાગ દ્વારા લેવામાં આવેલા એક મહત્વપૂર્ણ નિર્ણય અનુસાર, કર્મચારીઓના મોંઘવારી ભગ્યા માં ૨ ટકાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે. આ નિર્ણયને પગલે રાજ્યના લાખો પરિવારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
રાજ્ય સરકારના આ નિર્ણય બાદ હવે મોંઘવારી ભગ્યાનો દર ૫૮ ટકાવી વધીને ૬૦ ટકા પર પહોંચી ગયો છે. આ વધારો ૧ જાન્યુઆરી, ૨૦૨૬ ની
અસરથી અમલી ગણવામાં આવશે. એટલે કે, કર્મચારીઓને તેમના મૂળ પગારના ૬૦ ટકા લેખે માસિક મોંઘવારી ભથ્થું મળવાપાત્ર થશે. ૩માં પગારપંચનો લાભ મેળવતા તમામ સંવર્ગના કર્મચારીઓ અને પેન્શનરોને આ નિર્ણયનો સીધો લાભ મળશે.
સરકારની જાહેરાત મુજબ, જાન્યુઆરી-૨૦૨૧ થી એપ્રિલ-૨૦૨૬ સુધીના તફાવતની રકમ કર્મચારીઓને જૂન માસના પગારની સાથે જ ચૂકવી દેવામાં આવશે. મે-૨૦૨૬ ના પગારવી જ આ વધારો નિયમિત ધોરણે લાગુ કરી દેવામાં આવ્યો છે. પંચાયત વિભાગના કર્મચારીઓ, પ્રાથમિક શિક્ષકો અને સહાયક અનુદાન
મેળવતી સંસ્વાઓના કર્મીઓને પણ આ સુધારેલા દરનો લાભ મળશે.
નાણા વિભાગે આ અંગેનો સત્તાવાર ઠરાવ પ્રસિદ્ધ કરીને સ્પષ્ટતા કરી છે કે મોંઘવારીના આ યુગમાં કર્મચારીઓને આર્થિક ટેકો આપવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. રાજ્ય સરકાર અને પંચાયતના કર્મચારીઓ ઉપરાંત નિવૃત્ત પેન્શનરોને પણ આ હંગામી વધારાનો લાભ મળશે.
સરકારના આ ઉમદા નિર્ણયને કર્મચારી સંગઠનો દ્વારા ઉમળકાભેર વધાવવામાં આવ્યો છે, કારણ કે જૂન મહિનામાં પગારની સાથે મોટી રકમનું એરિયર્સ આવવાથી મધ્યમ વર્ગીય પરિવારીને મોટી નાણાકીય રાહત મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application