BREAKING NEWS

અબુ ધાબીની 'સ્વેહાન સ્ટ્રીટ' પર મિસાઈલનો કાટમાળ પડતા એક ભારતીય સહિત 2ના મોત

  • March 26, 2026 10:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સંયુક્ત આરબ અમીરાત (UAE) માં ગુરુવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. યુએઈની ડિફેન્સ સિસ્ટમે આકાશમાં ઈરાન તરફથી આવી રહેલી એક બેલેસ્ટિક મિસાઈલને તોડી પાડી હતી, પરંતુ કમનસીબે તે મિસાઈલનો સળગતો કાટમાળ નીચે પ્રખ્યાત 'સ્વેહાન સ્ટ્રીટ' પર પડ્યો હતો. અબુ ધાબી મીડિયા ઓફિસના જણાવ્યા અનુસાર આ કાટમાળની ચપેટમાં આવવાથી રસ્તા પર હાજર એક ભારતીય અને એક પાકિસ્તાની નાગરિકનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.


સફળ ડિફેન્સ છતાં સર્જાઈ હોનારત
યુએઈના સંરક્ષણ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે તેમની સેનાએ દુશ્મનની મિસાઈલને હવામાં જ નષ્ટ કરી દીધી હતી. જોકે, કાટમાળ રસ્તા પર પડવાને કારણે ત્યાં પાર્ક કરેલી અને પસાર થતી અનેક ગાડીઓને ભારે નુકસાન પહોંચ્યું છે. અત્યાર સુધીમાં આ યુદ્ધની અસરોને કારણે યુએઈમાં મૃત્યુઆંક વધીને 11 પર પહોંચી ગયો છે, જેમાં ત્રણ સશસ્ત્ર દળોના જવાનો અને પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ તથા પેલેસ્ટાઈનના નાગરિકોનો સમાવેશ થાય છે.


​​​​​​​UAE એ 357 મિસાઇલોનો સામનો કર્યો

UAE ના સંરક્ષણ મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે, સંઘર્ષની શરૂઆતથી UAE ની સંરક્ષણ પ્રણાલીઓએ 357 બેલિસ્ટિક મિસાઇલો, 15 ક્રુઝ મિસાઇલો અને 1,815 UAV ને અટકાવ્યા છે. બુધવાર સુધીમાં, કુલ 166 લોકોને ઇજાઓ પણ થઈ હતી, જેમને સામાન્ય ઈજા પહોચી છે. મંત્રાલયે નોંધ્યું હતું કે ઘાયલોમાં UAE, ઇજિપ્ત, સુદાન, ઇથોપિયા, ફિલિપાઇન્સ, પાકિસ્તાન, ઈરાન અને ભારત સહિત વિવિધ દેશોના વ્યક્તિઓનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા ઈરાન પર હુમલાઓથી શરૂ થયેલી દુશ્મનાવટ બાદ ઈરાન સતત UAE ને નિશાન બનાવી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News