મુન્દ્રાના નાના કોપાયામાં બે પિસ્તોલ સાથે ટ્રાન્સપોર્ટના ધંધાર્થી સહિત બે શખસ ઝબ્બે
રાજકોટ: ગેરકાયદે હથિયારો રાખનાર શખસો સામે સ્થાનિક પોલીસ– એસોજીની ટીમ ઉપરાંત એસએમસીની ટીમ દ્રારા પણ ખાસ વોચ રાખવામાં આવી રહી છે. દરમિયાન એસએમસીની ટીમે પિમ કચ્છના મુન્દ્રા તાલુકાના નાના કોપાયા ગામેથી ટ્રાન્સપોર્ટના ધંધાર્થી સહિત બે શખસોને બે પિસ્તોલ ૧૪ કાર્ટીસ અને બે મેગઝીન સાથે ઝડપી લીધા હતા. ઝડપાયેલા આ બંને શખસો મિત્રો હોય અને તેમણે રોફ જમવા માટે હથિયાર સાથે રાખ્યાની કબુલાત આપી હતી. આ બંને હથિયાર તેઓ રાજસ્થાની શખસ પાસેથી લાવ્યાનું જણાવ્યું હતું. જેથી પોલીસે રાજસ્થાની શખસને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગતો મુજબ, સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઇ એસ.એમ. જાડેજાની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન કચ્છના મુન્દ્રા તાલુકાના નાના કોપાયા ગામમાં અદાણી બાયપાસ હાઈવે રોડ પરથી બે શખસોને શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધા હતા. પોલીસે આ શખસોની અગં જડતી લેતા તેમની પાસેથી ૯ એમ.એમ. ની બે પિસ્તોલ બે એકસટ્રા મેગઝીન ૧૪ કાર્ટિસ મળી આવ્યા હતા. જેથી પોલીસે આ બંને શખસોની અટક કરી તેમની પૂછતા જ કરતા તેમણે પોતાના નામ રમેશ રામભાઈ ગઢવી (રહે હાઉસ નંબર ૧૭૧, સદગુ સ્માર્ટ વીલા, ઉમિયાનગર, મુન્દ્રા) અને કિશન હરજીભાઈ સાલાણી (રહે. ગવર્મેન્ટ હોસ્ટેલ, પોર્ટ કોલોની મુન્દ્રા) હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંને પાસેથી હથિયાર, કાર્ટીસ, મેગઝીન, મોબાઈલ અને ખાલી બોકસ સહિત કુલ પિયા ૩.૦૭ લાખનો મુદ્દામાલ કબજે કરી બંને વિદ્ધ મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં આમ્ર્સ એકટની કલમ હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, હથિયાર સાથે ઝડપાયેલ આરોપી રમેશ ગઢવી ટ્રાન્સપોર્ટનો ધંધાર્થી છે અને સાથોસાથ એકસટર્નલમાં લોનો અભ્યાસ કરે છે. યારે આરોપી કિશન સાલાણીના પિતા ગવર્મેન્ટ બોયસ હોસ્ટેલમાં પ્યુન તરીકે નોકરી કરે છે અને તે અહીં હોસ્ટેલના કવાર્ટરમાં જ રહે છે. કિશન ખાનગી નોકરી કરે છે .રમેશ અને કિશન બંને મિત્રો છે હથિયાર બાબતે પૂછતા રોફ જમાવવા માટે હથિયાર સાથે રાખ્યાની કબુલાત આપી હતી અને આ બંને હથિયાર તથા કાર્ટીસ રાજસ્થાનના બાડમેર જિલ્લાના બાયતુ ગામના ધનરાજરામા હનુમાનરામા ચૌધરી પાસેથી લાવ્યાની કબુલાત આપી હતી. જેથી પોલીસે રાજસ્થાની શખસને વોન્ટેડ જાહેર કર્યેા હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application