ગોંડલના મહિકા ગામે કૂવામાં પડી જતા બે પરપ્રાંતિય બાળકોના મોત
ગોંડલ તાલુકાના નાના મહિકા ગામે કૂવામાં પડી જતા બે પરપ્રાંતિય બાળકોના મોત થયા છે. નાના મહિકા ગામે મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાના ખેડખાલ ગામેથી મજૂરી કરવા આવેલ પરિવાર અકસ્માતનો ભોગ બન્યો છે.
ધીરૂભાઈ પોપટભાઈ વેકરીયાની વાડીએ મજૂરી કરવા આવેલ પરપ્રાંતિય પરિવારના બે બાળકો 60 ફૂટ ઉંડા કૂવામાં પડી જતા તેના મોત નીપજ્યા છે. બંન્ને મૃતક બાળકો રીતિક ધર્મેન્દ્રભાઈ જાદવ ઉ.વ.4 અને અશ્ર્વિન ધર્મેન્દ્રભાઈ જાદવ ઉ.વ.2 સગાભાઈ હતા.
પ્રાથમિક વિગતો મુજબ બન્ને સગાભાઈઓ રમતા રમતા કૂવામાં પડ્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. એકના મૃતદેહને તેમના પિતાએ અને બીજાના મૃતદેહને ગોંડલ નગરપાલિકા ફાયરબ્રિગેડની ટીમએ બહાર કાઢ્યા હતા.
પરપ્રાંતિય બંને બાળકોના મૃતદેહને શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ મારફત ગોંડલ સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે પરપ્રાંતિય બે બે બાળકોના મોતને લઈને ખેત મજૂર પરિવારમાં ગમગીની છવાઈ હતી. સમગ્ર ઘટનાને લઈને ગોંડલ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech