રાજકોટ જિલ્લામાં આધાર કાર્ડની વધુ બે કિટને કલેકટરે આપી મંજૂરી

  • December 21, 2023 02:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આધારકાર્ડ અને પાનકાર્ડને લિંક અપ કરવાના કેન્દ્ર સરકારના આદેશના કારણે લોકોનો ઘસારો વધી ગયો છે. આ ઉપરાંત નવા કાર્ડ કઢાવવા અને સુધારા વધારા જેવી કામગીરી માટે પણ લોકો મોટી સંખ્યામાં ઘસારો કરતા હોવાથી રાજકોટ જિલ્લામાં આધાર કાર્ડની વધુ બે કિટને રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના પ્રયાસોથી મંજૂરી મળી છે.

જિલ્લા કલેકટર કચેરીના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ પડધરી અને કોટડા સાંગાણી તાલુકામાં વધારાની બે કીટ મંજૂર કરવામાં આવી છે. અત્યાર સુધી આ બંને તાલુકામાં આધાર કાર્ડ કાઢી આપવા માટેની અને તેને લગતી કામગીરી માટેની કોઈ વ્યવસ્થા ન હોવાથી લોકોને બાજુના અન્ય તાલુકામાં અથવા તો જિલ્લા મથકોએ ધક્કા ખાવા પડતા હતા. પરંતુ હવે આ પરિસ્થિતિ બંધ થઈ જશે.પડધરી અને કોટડા તાલુકા ઉપરાંત અત્યારે રાજકોટ જિલ્લામાં ઉપલેટા જેતપુર લોધિકા જસદણ વિછીયા અને ધોરાજી તાલુકામાં આધાર કાર્ડની કીટ ઉપલબ્ધ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application