જામનગરમાં ઇંગ્લીશ દારુની બોટલો સાથે બે શખ્સ ઝબ્બે

  • January 18, 2024 12:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૩ બોટલ, એકટીવા અને ૧ મોબાઇલ કબ્જે લેવાયો

જામનગરના ચાંદીબજાર સર્કલ પાસે દારુની બાટલી સાથે એક શખ્સ ઝપટમાં આવ્યો હતો, જયારે ભીમવાસના ખુણા પાસે એકટીવમાં ઇંગ્લીશ દારુની બે બોટલ સાથે એક શખ્સની અટકાયત કરવામાં આવી હતી.
જામનગરના લંઘાવાડના ઢાળીયે આવેલ આરબફળીમાં રહેતા શાહનવાઝ રજાક આંબલીયાને ઇંગ્લીશ દારુની એક બોટલ સાથે ચાંદીબજાર સર્કલ પાસેથી પોલીસે પકડી લીધો હતો.
આ ઉપરાંત જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા દિનેશ ભરત પરમાર નામના શખ્સને એકટીવામાં ઇંગ્લીશ દારુની બે બોટલ લઇને ભીમવાસના ખુણા પાસેથી નીકળતા પોલીસે પકડી લીધો હતો, દારુ, બાઇક અને મોબાઇલ મળી કુલ ૩૧ હજારનો મુદામાલ કબ્જે લેવાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application