અમીન માર્ગ પર આવેલા પટેલ જીમમાં વર્કઆઉટ કરવા બાબતે ઝઘડો કરી વેપારી યુવાનને બે શખસોએ ફડાકા અને ઢીકાપાટુનો મારમાર્યેા હતો.બાદમાં વેપારીને ધમકી આપી હતી કે,તું નીચે આવ તને જાનથી મારી નાખવો છે.આ અંગે વેપારીની ફરિયાદ પરથી માલવીયાનગર પોલીસે બંને શખસો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. બન્ને આરોપીઓ પૈકી એક કુખ્યાત બુટલેગર યાકુબ મુસા મોટાણીનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ,રૈયા ટેલિફોન એકસચેન્જ પાસે હરીનગર શેરી નં.૩ માં આશાપુરા મકાનમાં રહેતા અને આશાપુરા ઓટો પાર્ટસ નામે કુવાડવા રોડ પર દુકાન ધરાવતા ધર્મીનભાઇ અમિતભાઇ માનસેતા(ઉ.વ ૨૪) નામના યુવાને નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સુલતાન જુણેજા અને મોહિન મોટાણીના નામ આપ્યા છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ગઇકાલે સાંજે અમીન માર્ગ મેઇન રોડ પર આવેલા પટેલ જીમમાં વર્ક આઉટ કરતો હતો ત્યારે અહીં આરોપીએ તેની પાસે આવી કહ્યું હતું કે, મારે ચેસ્ટ મારવા છે જેથી યુવાને તેને કહ્યું હતું કે, તું થોડીવાર થોભી જા છતા આ શખસે યુવાનના હાથમાંથી સેટ લઇ ચેસ્ટ મારવા લાગ્યો હતો.જેથી યુવાને તેને રોકી કહ્યું હતું કે, મને મારા સેટ પુર કરવા દે આ સાંભળી આ શખસ ઉશ્કેરાયો હતો અને યુવાન સાઇડમાં ઉભો હતો ત્યારે તેની પાસે આવી કહેવા લગ્યો હતો કે તને કોઇની હવા છે તેમ કહી બેફામ ગાળો આપી આ શખસ અને તેની સાથેના અન્ય શખસે મળી યુવાનને ફડાકા મારી ઢીકાપાટુનો મારમાર્યેા હતો.
દરમિયાન અહીં હાજર અન્ય વ્યકિતઓએ યુવાનને વધુ મારમાથી બચાવ્યો હતો.જેથી આ શખસોએ જતા જતા ધમકી આપી હતી કે,તું નીચે આવ તને આજે તો જાનથી મારી નાખવો છે.યુવાનને ઇજા પહોંચી હોય તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.બાદમાં તેને આ બંનેના નામ માલુમ પડતા તેણે સુલતાન જુણેજા અને મોહિન મોટાણી વિધ્ધ આ ફરિયાદ નોંધાવી હતી.જે અંગે પોલીસે બંને સામે ગુનો નોંધી બંનેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.બનાવ અંગે વધુ તપાસ હેડ કોન્સ. એ.વી.ચાવડા ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech