શહેરમાં એકી-બેકીનો જુગાર રમતા બે શખ્સ સકંજામાં

  • August 22, 2023 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના સેન્ટ્રલબેંકની સામે ફુલવાળાની દુકાન પાસે જાહેરમાં ચલણી નોટના નંબર પર એકીબેકીનો જુગાર રમતા બે શખ્સને રોકડ સાથે પોલીસે પકડી લીધા હતા.
જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ પ્રોહી જુગાર શોધી કાઢવા સુચના આપેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક જે.એન. ઝાલા તથા પીઆઇ એન.એ.ચાવડાના માર્ગદર્શન મુજબ સીટી-એ ડીવીઝન દરબારગઢ પોલીસ ચોકીના પીએસઆઇ વી.આર. ગામેતી તથા સ્ટાફના માણસો પોલીસચોકી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન પો.કોન્સ કિશોરભાઇ ગાગીયા તથા રવીરાજસિંહ જાડેજાને સંયુકત બાતમી રાહે હકીકત મળેલ કે જામનગર સેન્ટ્રલ બેંકની સામે એવન ફુલવારા નામની દુકાન પાસે જાહેરમાં બે ઇસમો ભારતીય ચલણી નોટોના નંબર પર એકીબેકી નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરે છે તેવી હકીકત આધારે રેઇડ કરતા આરોપી આશીફ મુસા જીંદાણી (ઉ.વ.૪૩) રહે. કાલાવડ નાકા બહાર સિલ્વર પાર્ક શેરી નં. ૩ તથા બીમલ લક્ષમીકાંત બદામીયા (ઉ.વ.૫૯) રહે. સેન્ટ્રલ બેંક પાસે ભટ્ટ ફળી જામનગરવાળાઓ પકડાઇ ગયેલ અને આરોપીઓ પાસેથી રોકડા ૧૧૨૫૦ના મુદામાલ સાથે પકડી પાડયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application