BREAKING NEWS

ગીરગઢડાના ખીલાવડની સીમમાં સિંહ દર્શન માટે ઘુસેલા પ્રભાસપાટણના બે શખસો દંડાયા

  • June 09, 2026 10:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગીરગઢડાના ખિલાવડ ગામની સીમમાં સિંહ દર્શન કરવા ઘૂસેલ પ્રભાસપાટણના બે યુવાનોને વન વિભાગે પકડી પાડા રૂપિયા ૫૦ હજારનો દડં વસૂલ કરી ગુનો દાખલ કર્યેા હતો.
ગીર પૂર્વ વન વિભાગના એ.સી.એફ.ની સૂચનાથી ગીર પૂર્વ વન વિભાગ ડી.સી.એફ. વિકાસ યાદવ ગીર પૂર્વ જશાધાર રેન્જના આર.એફ.ઓ. ચૌહાણના માર્ગદર્શન હેઠળ ફોરેસ્ટર એચ.એમ. સોંદરવા, વન રક્ષક એ.એ. વણઝારા સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે ખિલાવડ ગામની સીમમાં પ્રતિબંધિત અભ્યારણ વિસ્તારમાં સિંહ દર્શન કરવા ઘૂસેલ સૈફુદ્દીને યુસુફભાઈ ભાદરકા અને ઝુબેર મામદ ભાદરકા (રહે. પ્રભાસ પાટણ) સોમનાથ જંગલમાં ઘૂસી સિંહ દર્શન કરવા પ્રયત્ન કરતા હતા, ત્યારે પકડી પાડી વન વિભાગની કચેરીએ લાવી વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી રૂપિયા ૫૦,૦૦૦નો દડં કરેલ હતો અને ગેર કાયદેસર સિંહ દર્શન કરતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application