ગારીયાધારના ખોડવદરી ગામના યુવાન પાસેથી મહુવાના બે શખસે નોટરી કરી બાકી હપ્તા ભરપાઈ કરવાની શરતે ટ્રેકટર ખરીદ કરી બેંન્કના હપ્તા ભરપાઈ ન કરી અવાર નવાર ખોટા વાયદા કરી બાકી રકમ પેટે ચેક આપેલ જે પણ બેંકમાંથી પરત થતા યુવાને તેની સાથે છેતરપીંડી કરતા બે શખસ સામે ગુનો દાખલ કરાવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ ગારીયાધાર તાલુકાના ખોડવદરી ગામે રહેતા અસલમભાઈ યુનુસભાઈ બુકેરાએ ગારીયાધાર પોલીસ મથકમાં પંકજ વિક્રમભાઈ ગોહીલ અને ઈમ્તીયાઝ બિહારી (રે. બન્ને મહુવા) સામે ફરીયાદ નોંધાવી હતી કે, તેઓએ તેનું ટ્રેકટર વેંચવા કાઢેલ તે સમાચાર સાંભળી તેઓનો સંપર્ક કરી ગારીયાધાર આવ્યા હતા. જ્યા તેઓએ ટ્રેકટર ખરીદી પેટે રૂા. ૧,૩૫,૭૮૬ રોકડા આપવાના અને બાકી હપ્તાના રૂા. ૪૧,૪૪૦ના ૧૨ હપતા બેંકમાં ભરપાઈ કરવાની શરતે ટ્રેકટર લેવાનું નક્કી કરી બન્નેએ વિકલ મારફતે નોટરી કરાર કરાવી તેને રોકડ રૂા. ૧,૩૦,૭૮૬ આપી ટ્રેકટર ખરીદ કરી લઈ ગયા હતા.
દરમીયાન એકાદ માસ પછી ટ્રેકટરના ત્રિમાસીક હપ્તાની તારીખે નજીક આવતા પંકજને હપ્તા બેંક ખાતામાં જમા થયેલ નથી તેમ કહેતા તેણે બાકી રકમ પેટેનો રૂા. ૪૧,૪૪૦નો ચેક કુરીયર મારફતે મોકલી આપ્યો હતો. જે ચેક બેંકમાં નાખતા અપુરતા ભંડોળને કારણે પરત થયો હતો. જેથી પંકજને કહેતા તેણે ખોટા વાયદાઓ કરી તેને ટ્રેકટર પેટે બાકીની રકમ ન ચુકવી તેની સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો હતો. બનાવ સંદર્ભે ગારીયાધાર પોલીસે બન્ને શખસ સામે ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech