પોરબંદરના બોટમાલિક સાથે ગિરસોમનાથ પંથકના બે શખ્શોએ સાત લાખથી વધુની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ દાખલ થઇ છે.
પોરબંદરના ખારવાવાડમાં આવેલા ઝૂ ફળિયામાં રહેતા નિલેષ નાથાલાલ વાંદરીયા નામના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેને પાંચ જેટલી નાની બોટ (પીલાણા) છે અને એપ્રિલ-૨૦૨૪માં માછીમારી દરમિયાન ગિર ગઢડાના બોડીદર ગામે રહેતા ભરત સાથે ઓળખાણ થઇ હતી. અને નિલેષે તેને એવુ જણાવ્યુ હતુ કે ચોમાસા બાદ ખુલતી સીઝનમાં મારે ટંડેલ અને ખલાસીઓની જર છે આથી ભરતે તેના બોડીદર ગામના શબ્બીર ઓસમાણ હીંગોરીયા અને કાસમ કરીમ હીંગોરીયાના મોબાઇલ નંબર આપીને ઓળખાણ કરાવી હતી અને નિલેષ તથા તેનો ભાણેજ રાજેન વિજય સોનેરી, ભત્રીજો રાકેશ દિનેશ વાંદરીયા તથા સાળો અર્જુન રામજી ભાદ્રેચા કોડીનાર તેઓને મળવા જતા હતા ત્યારે રસ્તામાં શબ્બીર ઓસમાણ મળ્યો હતો અને ફરિયાદીએ જણાવ્યુ હતુ કે તેને ત્રણ બોટ માટે ટંડેલ અને ખલાસીની જર છે તેથી શબ્બીરે એવુ જણાવ્યુ હતુ કે અત્યારે તમે ટોકન પેટે મને બે લાખ પિયા આપો આથી ફરિયાદીએ તેમને બે લાખ પિયા રોકડા આપી દીધા હતા અને ત્યારબાદ તેણે એવુ જણાવ્યુ હતુ કે તેની દીકરી હોસ્પિટલે છે અને મારે ઉતાવળ છે, તમે કાસમને મળી લેજો આથી થોડીવાર પછી કાસમ કરીમ હીંગોરીયા ત્યાં આવ્યો હતો
અને તેઓની સાથે ખલાસી અંગેની વાત થતા ટોકન પેટે એકલાખ પિયા લીધા હતા તથા ખુલતી સીઝનમાં ટંડેલ અને ખલાસી મોકલવા અંગે વાતચીત કરીને પૈસા આપીને પોરબંદર આવતા રહ્યા હતા.
ત્યારબાદના પંદર દિવસ પછી શબ્બીરનો ફોન આવતા એક ટંડેલના ટોકન પેટે એક લાખ પિયા આપવાનું કહ્યુ હતુ. આથી ફરિયાદી કોડીનાર કામ અર્થે ગયો ત્યારે શબ્બીરને એક લાખ રોકડા આપ્યા હતા અને શબીર તથા કાસમે ફરિયાદીને એવો વિશ્ર્વાસ આપ્યો હતો કે ખુલતી સીઝનમાં તેઓ ટંડેલ અને ખલાસી મોકલી આપશે.
ત્યારબાદ તા. ૧-૫-૨૦૨૪થી તા. ૧૩-૮-૨૦૨૪ દરમ્યાન શબ્બીર તથા કાસમના કહેવા પ્રમાણે ગુગલ પેમાં એક પિયાથી માંડી પાંચ હજાર, દસ હજાર, વીસ હજાર અને પચાસ હજાર મળી કટકે કટકે શબ્બીરના ખાતામાં ગુગલ પે દ્વારા ત્રણ લાખ દસ હજાર આપી દીધા હતા. ત્યારબાદ શબ્બીરે તેના ભાણેજ શાહનવાઝના મોબાઇલ ઉપર પચાસ હજાર ગુગલ પે કરવાનું કહેતા ફરીયાદીએ એ પણ આપી દીધા હતા ત્યારબાદ શાહનવાઝ સાથે પિયા પરત આપવાની વાત કરતા તેણે ફરિયાદીને પચાસ હજાર પરત આપી દીધા હતા.
માછીમારીની સિઝન શરુ થતા અવારનવાર ફરિયાદીએ તેઓને ફોન કરીને ટંડેલ અને ખલાસીઓ મોકલવા બાબતે પૂછતા સરખો જવાબ આપતા ન હતા અને ફોન પણ બંધ કરી દેતા હતા. તેથી શબ્બીર ઓસમાન હીંગોરીયા અને કાસમ કરીમ હીંગોરીયાએ સાત લાખ દસ હજાર પિયા ટોકન પેટે મેળવી લઇને વિશ્ર્વાસઘાત કરી ટંડેલ અને ખલાસઓ નહી મોકલી છેતરપીંડી કરતા બંને સામે નિલેષ નાથાલાલ વાંદરીયાએ કીર્તિમંદિર પોલીસમથકમાં ગુન્હો દાખલ કરાવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના ત્રણ પોલીસ હેડ કોન્સ્ટેબલને એ.એસ.આઈ. તરીકે પ્રમોશન અપાયા
April 04, 2025 10:28 AMજામનગરના વેપારીને ચેક પરતના કેસમાં બે વર્ષની જેલસજાનો આદેશ
April 04, 2025 10:25 AMઈશરધામ (સચાણા) ખાતે રવિવારે ઈશર નોમની ઉજવણી
April 04, 2025 10:22 AMજામનગરના એસપી પ્રેમસુખ ડેલુએ જન્મદિવસ ઉજવણી દિવ્યાંગ બાળકો સાથે કરી
April 04, 2025 10:17 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech