રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં તરખાટ મચાવનાર એમપીની કુખ્યાત ગેંગના બે શખ્સોને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી ચાંદીના દાગીના, રોકડ રકમ, બાઇક, લોખંડનું કટર સહિત રૂપિયા 88,715 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ શખસોની પૂછતાછ કરતા રાજકોટ, જુનાગઢ, અમરેલી જિલ્લામાં મળી 10 ચોરીને અંજામ આપ્યાની કબુલાત આપી હતી. પોલીસની પૂછતાછમાં આ ગેંગના અન્ય ત્રણ શખસો પણ સામેલ હોય તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.આર. ગોંડલીયા અને એમ.એલ. ડામોરના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એ.એન પરમાર તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ વિજયરાજસિંહ જાડેજા, કોન્સ્ટેબલ ગોપાલભાઈ પાટીલ, મૈસુરભાઈ કુંભારવાડીયાને મળેલી બાતમીના આધારે ચોરાઉ બાઇક સાથે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના જોબટ તાલુકાના પૌયા ગામના વતની દિનેશ ભુવનસિંહ મુવેલ(ઉ.વ 21) તથા એક સગીરને ઝડપી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી ચાંદીની ઝાંઝરી, ચાંદીના છડા, ચાંદીનું મંગળસૂત્ર, ચાંદીની લકકી, રોકડ રૂપિયા 44 હજાર ચોરાઉ બાઈક તથા કટર સહિત રૂપિયા 88,715 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા આ શખસોની પૂછતાછ કરતા રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે, અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે ઘરફોડ અને વાહન ચોરીના ભેદ ઉકેલાયા હતા. આ ઉપરાંત સાવરકુંડલા પોલીસ સ્ટેશન અને જૂનાગઢના વંથલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનાનો પણ ભેદ ઉકેલાયો હતો.
આ ચોરીઓમાં અન્ય ત્રણ આરોપીઓની પણ સંડોવણી ખુલી હતી જેમના નામ બળવંતસિંહ ગુલાબસિંહ બંધેલ, સુનિલ રવજીભાઈ મોહનિયા અને જીતેન શંકરભાઈ મહેડા (રહે. અલીરાજપુર જિ. મધ્યપ્રદેશ) હોવાનું સામે આવતા આ ત્રણેયને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
ચોરી કરી વાડી વિસ્તારમાં રોકાતા હતા
આ ટોળકી પોતાના વતનમાંથી ખાનગી વાહનમાં ગુજરાતમાં આવી કોઈ પણ શહેર તથા ગામમાં બાઈકની ચોરી કરી ચોરી કરેલા આ બાઈકમાં રાત્રિના ત્રણ ચાર સવારીમાં અલગ-અલગ વિસ્તારની રેકી કરી બંધ મકાનમાં ત્રાટકતા હતા. ચોરી કયર્િ બાદ આજુબાજુ વિસ્તારની વાડીમાં પોતાના વતન તરફના લોકો સાથે આખો દિવસ રોકાતા હતા.
સગીરે 7 અને દિનેશે 3 ચોરી કબૂલી
સગીરે છેલ્લા એકાદ માસ દરમિયાન સાત ગુનાને અંજામ આપ્યાની કબુલાત આપી હતી. જેમાં એક મહિના પૂર્વે આજીડેમ ચોકડી પાસેથી માધવ વાટીકા સોસાયટીમાં મકાનમાં ચોરી કરી હતી તેમજ આ જ વિસ્તારમાં તિરુમાલા પાર્કમાં મકાનને નિશાન બનાવ્યું હતું. માધવવાટિકા સોસાયટીમાંથી બાઈકની ચોરી કરી હતી. એકાદ મહિના પૂર્વે ભગવતીપરામાં અયોધ્યા પાર્કમાંથી અલગ-અલગ ત્રણ મકાનના તાળા તોડયા હતા. આજ સમયે ભગવતીપરામાં સુખસાગર સોસાયટીમાંથી મકાનમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. નવ દિવસ પૂર્વે સાવરકુંડલા ખાતે ત્રણ મકાનોના તાળા તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો તેમજ અહીંથી એક બાઈકની પણ ચોરી કરી હતી. જ્યારે આરોપી દિનેશે મુવેલે નવ દિવસ પૂર્વે જેતપુર ખાતે બે મકાનમાં ચોરી કરી હતી તેમજ દસ દિવસ પૂર્વે વંથલી ખાતે બે મકાનમાં ચોરી કરી હતી અને નવ દિવસ પૂર્વે જેતપુરના સમઢીયાળામાં મકાનમાં ચોરી કયર્નિી કબુલાત આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech