BREAKING NEWS

બે પરિણીતા, એક યુવતી અને યુવાને ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો

  • April 27, 2026 10:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં આપઘાત અને તેના પ્રવાસના વધતા બનાવી વચ્ચે મતદાનના દિવસે બે પરિણીતા, એક યુવતી અને યુવાને ફિનાઈલ પી લેતા તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ આજીડેમ ચોકડી નજીક માંડાડુંગરમાં માધવ વાટિકામાં રહેતો દ્રષિતાબેન દીપકભાઈ મકવાણા (ઉ.૧.૨૬)ની પરિણીતાએ સવારે ફિનાઈલ પી લેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરિણીતાના લગ્ન  થયાને આઠ વર્ષ જેટલો સમય થયો છે. સંતાનમાં બે પુત્ર છે. ફિનાઈલ પીવા પાછળનું કારણ જાણવા આજીડેમ પોલીસે તપાસ હાથ ઘરી છે. બીજા બનાવમાં માલધારી ફાટક પાસે ગુલાબનગર-૪માં રહેતી મનિષાબેન પપ્પુભાઈ યાદવ (ઉ.વ.૨૮)એ સાંજે પાંચેક વાગ્યે ફિનાઈલ પી લેતા સિવિલમાં દાખલ કરવામાં આવી હતી. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા પોલીસે નિવેદન નોંઘવાની તજવીજ હાવ ઘરી છે. ત્રીજા બનાવમાં ચુનારાવાડ શેરી નંબર-૬માં રહેતો ધર્મેશ દિનેશભાઈ ધોરીયા (ઉ.વ.૨૦)એ સાંજે સાતેક વાગ્યે ફિનાઈલ પી લેતા સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. જેની અડધી કલાક બાદ ત્યાંજ રહેતી પૂજા વિનોદભાઈ બોખાણીએ પણ ફિનાઈલ ગટગટાવી લેતા તેને પણ સિવિલમાં દાખલ કરાઈ હતી બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ચોરાળા પોલીસને જાણ કરી હતી. બંનેએ ક્યાં કારણોસર ફિનાઈલ પીધી એ જાણવા પોલીસ હોસ્પિટલ પહોંચે પૂર્વે જ રજા લઈ લેતા વોરાળા પોલીસે આગળની કાર્યવાહી હાવ ઘરી છે...



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application