ખંભાળિયા પંથકમાં મુશળધાર બે ઈંચ વરસાદ: વાતાવરણ ખુશનુમા

  • September 15, 2023 12:17 PM 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં આજરોજ બપોરથી છવાયેલા ઘટાટોપ વરસાદી માહોલ બાદ ગત સાંજે વરસાદના જોરદાર ઝાપટા સતત વરસી જતા શહેરના માર્ગો પર પાણી ચાલી નીકળ્યા હતા. માત્ર એકાદ કલાકના સમયગાળાના બે ઈંચથી વધુ વરસાદ વરસી ગયો હતો. ખંભાળિયા તાલુકામાં ગઈકાલે 52 મિલીમીટર સાથે મોસમનો કુલ વરસાદ 1408 મિલીમીટર નોંધાયો છે. અહીંના રામનાથ સોસાયટી વિસ્તારના માર્ગ પર થોડો સમય પાણી ભરાઈ ગયા હતા. વરસાદના પગલે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં આવર-નવાર નવા લાંબો સમય વિજ પુરવઠો ખોવાઈ જતા નગર જેનો ભારે હાલાકીમાં મુકાઈ ગયા હતા.

ખંભાળિયા શહેર તથા આસપાસના ગામડાઓમાં પણ ધીમીધારે વરસાદ વરસ્યાના વાવડ છે. ખેતરોમાં મગફળી તથા કપાસના ઉભા મોલ માટે આશીર્વાદરૂપ એવા આ વરસાદથી ધરતીપુત્રો ખુશખુશાલ થયા છે. હજુ બે-ત્રણ દિવસ વધુ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે આજે સવારથી વાતાવરણમાં સંપૂર્ણપણે ઉઘાડ સાથે ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application