પોરબંદર જિલ્લામાં ટ્રાફિક પોલીસ દ્વારા વાહન અકસ્માતો અટકાવવા જનજાગૃતિ માટેના અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવે છે છતા વારંવાર અકસ્માત સર્જાઇ રહ્યા છે તેની સાબિતીપ વધુ બે બનાવ પોલીસ ચોપડે ચડયા છે જેમાં બે માનવજિંદગીઓ મોતને ભેટી ચૂકી છે.
ટ્રેકટરની ટ્રોલી પલ્ટી જતા યુવાનનું મોત: બે ઘાયલ
પોરબંદરના રાણાવડવાળા ગામના બાયપાસ પાસે ટ્રેકટરની ટ્રોલી પલ્ટી જતા એક યુવાનનું મોત નિપજ્યુ છે જ્યારે બે યુવાનને ઇજા થઇ હતી જેમાં પોરબંદરના ઉદ્યોગનગરમાં ઘાસ ગોડાઉન વિસ્તારમાં રહેતા કરમણભાઇ રૈયાભાઇ મોરી નામના ૬૪ વર્ષના વૃધ્ધ દ્વારા એવા પ્રકારની પોલીસ ફરિયાદ દાખલ થઇ છે કે તેમનો ૩૨ વર્ષનો પુત્ર આલા કરમણ મોરી, ટીલા સુરા ઉલ્વા અને રામ ગોગન કડીયાતર વગેરે કોટડા ગામે મજૂરી કામે ગયા હતા અને ત્યાં ટ્રેકટરમાં લોખંડનો માલ-સામાન લઇને પોરબંદર તરફ આવતા હતા તે દરમ્યાન રાણાવડવાળા ગામના પાટીયા પાસે હાઇવે પર ટ્રેકટર ચાલક નિલેષ દેવાણંદ વ પુરઝડપે અને માનવ જિંદગી જોખમાય તે રીતે ટ્રેકટર ચલાવતો હતો અને અચાનક નિલેષે ટ્રેકટરમાં બ્રેક મારીને કાવો મારતા ટે્રકટર તથા ટ્રોલી રોડ ઉપર પલ્ટી ખાઇ ગયા હતા. જેમાં ટીલા ઉલ્વા અને રામ ગોગન રોડ ઉપર ફંગોળાઇ ગયા હતા જ્યારે કરમણભાઇના પુત્ર આલાભાઇ ઉ.વ. ૩૨ ટ્રેકટરની ટ્રોલી નીચે દબાઇ ગયા હતા અને ગંભીર ઇજા થતા સારવાર માટે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે આલાભાઇને રાજકોટ લઇ જવાતા હતા ત્યારે ધોરાજી નજીક આલાભાઇનું મોત નિપજ્યુ હતુ તેથી તેના મૃતદેહને પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે લાવીને પી.એમ. કરવામાં આવ્યુ હતુ અને રાણાવાવ પોલીસમથકમાં કરમણભાઇ મોરીએ બેફિકરાઇથી ટ્રેકટર ચલાવનાર કોટડા ગામના નિલેષ દેવાણંદ વ સામે ગુન્હો નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
ખાંભોદર-રામવાવ રોડ પર અકસ્માત
મૂળ મધ્યપ્રદેશ તથા હાલ ખાંભોદર ગામે રામભાઇ ગોઢાણીયાની વાડીએ રહેતા થાવરીયા ઉર્ફે રામસીંગ કલ્લા પરમાર દ્વારા એવા પ્રકારની પોલીસ ફરિયાદ બગવદર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે કે તેમના ૧૫ વર્ષના ભાણેજનું બાઇક અકસ્માતે મોત થયુ છે તેમાં વિગત એવી છે કે તા. ૧-૧૨ના સાંજે ફરિયાદી થાવરીયા ઉર્ફે રામસીંગ તથા તેના પરિવારના ઝૂંપડે હાજર હતા ત્યારે તેની સગી બહેનનો દીકરો રામ જોગડીયા નીનામા ઉ.વ. ૧૫ ફરિયાદીના દીકરા લાલુને લઇને પલ્સર બાઇકમાં તેઓને જાણ કર્યા વગર બગવદર બાજુ જવા નીકળ્યા હતા અને રામવાવથી ભારવાડા જતા રસ્તે સ્પીડબ્રેકર પાસે અકસ્માત થયો હતો.
રામ જોગડીયા નીનામા નામનો આ પંદર વર્ષનો કિશોર ફૂલ સ્પીડે બાઇક ચલાવતો હતો અને સ્પીડબ્રેકર આવતા આગળ રહેલા ટ્રેકટર પાછળ બાઇક અથડાતા બંનેને ગંભીર ઇજા થઇ હતી. સારવાર માટે સૌપ્રથમ પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં અને વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઇ જવાતા જ્યાં સારવાર દરમ્યાન ફરિયાદીના દીકરા લાલુને સારુ થઇ જતા રજા આપી દીધી હતી અને ભાણેજ રામનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ. ત્યારે આગળની તપાસ બગવદર પોલીસ ચલાવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગોપાલ નમકીનમાં વિકરાળ આગ: યુનિટ ભસ્મીભૂત
December 11, 2024 04:05 PMબે મહિલાઓના ફેસબુક એકાઉન્ટ હેક કરી ફ્રોડ
December 11, 2024 04:01 PMસિકયુરિટીની ઓફિસમાં ત્યકતાને બેભાન કરી દુષ્કર્મ આચરનાર શખસ ઝડપાયો
December 11, 2024 03:53 PMરાજકોટ તરફ આવતો ૭૭ લાખનો વિદેશીદારૂ પકડાયો
December 11, 2024 03:52 PMશુક્રવારે ૧,૦૧૦ પરિવારને ઘરનું ઘર આપશે સીએમ
December 11, 2024 03:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech