રોકડ રકમ, મોબાઈલ ફોન અને કાર સહિત રૂપિયા સાડા ત્રણ લાખની માલમતા સાથે ૧૬ આરોપીઓની અટકાયત
જામનગર શહેર અને લાલપુરના મોડપર ગામમાં પોલીસે ગઈ રાતે જુગાર અંગે બે સ્થળે દરોડા પાડ્યા હતા, અને ૧૬ આરોપીઓની અટકાયત કરી લઈ રોકડ રકમ મોબાઈલ ફોન અને કાર વગેરે સહિત રૂપિયા સાડા ત્રણ લાખની માલમતા કબજે કરી છે.
જુગારનો પ્રથમ દરોડો જામનગરમાં ગોકુલ નગર રડાર રોડ પર પાડવામાં આવ્યો હતો. જ્યાં લીલાપીઠ પાસેથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા મોનું રાજકુમાર રાવત, હાકેમસિંહ માખનસિંહ કુશવાહા, ભગવાનસિંહ લાલારામ કુશવાહા, જગમોહન ગંભીર કુસ્વાહા, રવિન્દ્ર અશોક ગંભીર કુશવાહા, ધર્મેન્દ્રરામ લક્ષ્મણરામ કુશવાહા, રામદાસ ગણેશદાસ કુશવાહા અને રાજકિશોર પપ્પુભાઈ વગેરેની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા ૧૦,૨૧૦ ની રોકડ રકમ કબજે કરી છે.
જુગાર અંગે નો બીજો દરોડો એલસીબી ની ટુકડએ લાલપુર તાલુકા ના મોડપર ગામમાં પાડ્યો હતો ત્યાંથી ગંજીપાના વડે જુગાર રમી રહેલા લખમણભાઇ પાલાભાઈ ગોજીયા, સાજણભાઈ રણમલભાઈ કનારા, નાગજીભાઈ મંગુભાઈ, સંદીપભાઈ બાબુભાઈ તરાવીયા, વેજાણંદભાઈ વીરાભાઇ આંબલીયા, યુવરાજસિંહ પ્રાગજી જાડેજા અને રણછોડભાઈ કાનાભાઈ મકવાણા વગેરેની એલસીબીની ટીમે અટકાયત કરી લીધી હતી.
જેઓ પાસેથી રૂપિયા એક લાખ ૨૪ હજારની રોકડ રકમ છ નંગ મોબાઈલ ફોન અને એક નંગ સ્વીફ્ટ કાર સહિત કુલ રૂપિયા ત્રણ લાખ ૪૫ હજારની માલમતા કબજે કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના તમામ સરકારી અધિકારીઓ-કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, પણ સરકારે આ શરત સાથે મુકી
May 13, 2025 04:08 PMખાખરીયામાં દીપડાએ વાછરડીનું મારણ કરી ફેલાવેલો આતંક
May 13, 2025 04:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech