બાબરા અને વડિયા પંથકમાં જુગારના બે દરોડા: ૧૩ પકડાયા

  • June 23, 2023 01:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાબરાના ચમારડી અને વડિયાના મેઘ પીપળીયા ગામે તીનપત્તીનો જુગાર રમતા ૧૩ શખ્સોને પોલીસે રોકડ મતા સાથે ઝડપી લીધા હતા. બાબરાના ચમારડી ગામે જાહેરમાં કેટલાક શખસો તીનપત્તીનો જુગાર રમતા હોવાની બાતમીના આધારે બાબરા પોલીસે દરોડો પાડી જુગાર રમતા જયંતી પાલાભાઇ દાફડા, રાજુ ડાયાભાઇ સીતાપરા,  હરેશ પાલાભાઇ દાફડા ત્રણેય રહે.ચમારડી, કડવા વાલાભાઇ કુંભાણી,રહે.વલારડી તા.બાબરા, અનીલ ભીખાભાઇ સીતાપરા રહે.ચમારડી, વાલજી ભીમજીભાઇ પંડયા, રહે.ઇંગોરાળા,  હીતેષ ભુપતભાઇ મારૂ રહે.ચમારડી તમામને ઝડપી પાડી રોકડ રૂ.૪૦૨૦ની મત્તા કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી. બીજા દરોડામાં વડિયાના મેઘા પીપળીયા ગામનાં પ્લોટ વિસ્તારમાં પાના ટીચતાં ગોકુળ જયંતીભાઇ મકવાણા,  ભુપત ગેલાભાઇ મકવાણા,  મુકેશ જયંતીભાઇ મકવાણા, પીનંકેશ રાજેશભાઇ મકવાણા, પ્રકાશ રતનાભાઇ મકવાણા પાંચેય રહે.મેઘા પીપળીયા તા.વડીયા, લક્ષ્મણ હરીભાઇ સોદરવા રહે.ઇશ્વરીયા પાડી તમામ પાસે રહેલી રોકડ ૭૫૭૦ની કબ્જે કરી વડિયા પોલીસે ગુનો નોંધ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application