ઓખા મંડળમાં રહેતા હરીશભાઈ અગ્રાવત નામના યુવાન તેમના મિત્ર આકાશભાઈ ગવાઈને સાથે લઈને ગત તારીખ બીજી ઓક્ટોબરના રોજ સવારના સમયે મીઠાપુરથી દ્વારકા આવી રહ્યા હતા, ત્યારે શિવરાજપુર ગામના પાટીયા પાસેથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા એક છકડા રિક્ષાના ચાલકે રોંગ સાઈડમાં આવીને હરીશભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.
આ અકસ્માતમાં બંને યુવાનોને નાની-મોટી ઇજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. અકસ્માત સર્જીને છકડો રીક્ષા ચાલક પોતાનો રીક્ષા મૂકીને નાસી છૂટ્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે. આ અંગે ઈજાગ્રસ્ત હરીશભાઈના બનેવી વિજયભાઈ કેશુભાઈ નિમાવત (ઉ.વ. 32) ની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે અજાણ્યા છકડો રીક્ષા ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
કારમાં દારૂ લઈને જતો ખંભાળિયાનો શખ્સ ઝડપાયો
ખંભાળિયામાં સ્ટેશન રોડ ઉપર આવેલી ગુર્જર સુથાર જ્ઞાતિની વાડીની બાજુમાં રહેતા રાહુલ રાજુભાઈ દેસાઈ નામના 24 વર્ષના શખ્સને પોલીસે ગતરાત્રિના સમયે કારમાં વિદેશી દારૂની એક બોટલ સાથે ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં પોલીસે રૂપિયા પાંચ લાખની કિંમતની અર્ટીગા મોટરકાર સહિત કુલ રૂપિયા 5.06 લાખનો મુદ્દામાલ કબજે કરી, પ્રોહિ. એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવીરડા વાજડીના કરોડોના પ્લોટના ઉતરોત્તર દસ્તાવેજો રદ કરવાનો વાદીનો દાવો ફગાવાયો
April 25, 2025 02:23 PMકાલે તમે મહાત્મા ગાંધીને અંગ્રેજોના નોકર કહેશોઃસુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ખખડાવ્યા
April 25, 2025 02:22 PMપાકિસ્તાને બેશરમીની તમામ હદ વટાવી: આતંકવાદીઓને ફ્રીડમ ફાઈટર ગણાવ્યા
April 25, 2025 02:20 PMઅમેરિકામાં એર શો પહેલા વિમાન ક્રેશ, પાઇલોટનું મોત
April 25, 2025 02:16 PMઆઠ વર્ષ જૂના કોમર્શિયલ વાહનો સ્ક્રેપ કરાવનારને આરટીઓના લેણા માફ
April 25, 2025 02:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech