રાજકોટ રેલવે સ્ટેશન પરથી મોરબીના રંગપરમાં રહેતા મૂળ ઝારખંડના વતની બે શખસોને પોલીસે ૫.૯૫ કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધા હતા. પકડાયેલા બંને શખસોની પૂછતાછ કરતા મસ્તાન નામનો શખસ તેમને ગાંજાનો આ જથ્થો આપી ગયો હોવાનું જણાવ્યું હતું. જોકે આ ગાંજો કોને સપ્લાય કરવાનો હતો.તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ રેલ્વે પ.રેલવે પોલીસ મહાનિર્દેશક પરીક્ષિતા રાઠોડ અને પોલીસ અધિક્ષક બલરામ મીણાની સૂચના હેઠળ પીઆઇ એસ.કે.શ્રીમાળીના માર્ગદર્શનમાં રાજકોટ રેલવે એલ.સી.બી.એસ.આઇ જે.એમ.પરમારની રાહબરી હેઠળ પોલીસ સ્ટાફ રેલવે સ્ટેશન પર પેટ્રોલિંગમાં હતો. દરમિયાન કોન્સ્ટેબલ જયેશભાઈને એવી બાતમી મળી હતી કે, અહીં રેલવે સ્ટેશન પર અમુલ સ્ટોલ પાસે બે શખસો શંકાસ્પદ હાલતમાં ઊભા છે જેથી આ બંને શખસોની પૂછતાછ કરતા તેમણે પોતાના નામ રાસિકા ફુલચદં ગોપ(ઉ.વ ૨૩ રહે મૂળ, ઝારખડં હાલ, રંગપર બેલા,મોરબી) તથા પુષોત્તમ ગુ ગોપ (ઉ.વ ૨૧ રહે. ઝારખડં હાલ, રંગપરબેલા,મોરબી) હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંને શખસો પાસે રહેલા બેગની તલાસી લેતા તેમાંથી ૫ કિલો ૯૫ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે પિયા ૫૯,૫૦૦ ની કિંમતનો ગાંજાનો આ જથ્થો બે મોબાઈલ સહિત કુલ પિયા ૭૬,૯૦૦ નો મુદ્દામાલ કબજે કરી બંને શખસો સામે એનડીપીએસ એકટની કલમ હેઠળ ગુનો દાખલ કર્યેા હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આ બંને શખ્સો હાલ મોરબીના રગં પર પાસે સીરામીક ફેકટરીમાં કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે. ગાંજા બાબતે બંનેની પૂછતાછ કરતા મસ્તાન નામનો શખસ અહીં આ ગાંજો આપી ગયો હોવાનું જણાવ્યું હતું. જોકે અહીંથી ગાંજો કોને પહોંચાડવાનો હતો તે અંગે હજુ બંને શખસો સ્પષ્ટ્ર હકીકત જણાવતા ન હોય બંને આરોપીઓને રિમાન્ડ પર લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમનીષ સિસોદિયાએ જામીનની શરતોમાં માંગી છૂટછાટ, સુપ્રીમ કોર્ટે CBI અને ED પાસેથી માંગ્યો જવાબ
November 22, 2024 04:16 PMપ્રાકૃતિક કૃષિમાં પાકને પાણી એટલું જ આપવું જોઈએ જેનાથી મૂળની આસપાસની ખાલી જગ્યામાં વરાપ રહે
November 22, 2024 04:13 PMસેલિબ્રિટીઓ પણ કોફીમાં ઘી ઉમેરીને પીવાની સલાહ આપે છે, જાણો તેના ફાયદા
November 22, 2024 04:11 PMભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરના પૂંછમાં ઓપરેશનની ક્ષમતા વધારી, ઊંચા વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ
November 22, 2024 04:10 PMશિયાળામાં બાળકને નવડાવતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
November 22, 2024 03:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech