કડી તાલુકાના બોરીસણા ગામે પ્રથમ ફ્રી ચેકઅપ કેમ્પનું આયોજન કર્યા બાદ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્રારા વધારાની તપાસ માટે હોસ્પિટલ લઈ જવાયેલા દર્દીઓની આડેધડ એન્જોગ્રાફી કરી અને સ્ટેન્ડ બેસાડવાના બનાવ દરમિયાન બે લોકોના મોત થયા હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી રહી છે આ મામલે રાજય સરકાર દ્રારા આ બનાવની ગંભીર નોંધ લઈને હોસ્પિટલના સત્તાવાળાઓ સામે આકરા પગલાં લેવાની તૈયારી કરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે
અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીથી ૨ લોકોના મોત થયા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. કોઈપણ જાણ વિના ૧૯ જણાની એન્જિયોગ્રાફીનો દાવો કરવામાં આવી રહ્યો છે. એેન્જિયોગ્રાફી બાદ ૭ની એન્જિઓપ્લાસ્ટી કરી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે જાણ થતા દર્દીઓના સગાઓએ હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો
મળતી માહિતી મુજબ, ગત તા.૧૦ નવેમ્બરના રોજ બોરીસણા ખાતે ફ્રી કેમ્પ રાખવામાં આવ્યો હતો. ફ્રી સારવાર બાદ અમદાવાદ સારવાર કરવા બોલાવવામાં આવ્યા હતા. ગામમાંથી ૧૯ જણા અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરાવવા આવ્યા હતા. કોઈપણ જાણ વિના ૧૯ જણાની એન્જિયોગ્રાફી કરી તેમને સ્ટેન્ડ મૂકી દેવામાં આવ્યા હતા. હોસ્પિટલની બેદરકારીથી ૨ લોકોના મોતનો ગ્રામજનો દવારા આક્ષેપ થયો છે. આ સાથે ગ્રામજનોએ જાણાવ્યું હતું કે સરકારી યોજનાના નામે મોતનો વેપલો ચાલતો હોય તેમ મૃતકના આયુષ્માન કાર્ડમાંથી પૈસા કપાઈ ગયેલા હોવાનું સામે આવ્યું હતુ. દર્દીઓના સગાઓએ હોસ્પિટલમાં તોડફોડ કરી છે. ગ્રામજનનોએ જણાવાયનુસાર તા, ૧૦ નવેમ્બરે ફ્રી કેમ્પ બાદ ખ્યાતિ હોસ્પિટલ લવાયા હતા.બાદ કોઇ પણ જાણ વિના ૧૯ દર્દીઓની એન્જીયોગ્રાફી બાદ ૭ની એન્જિઓપ્લાસ્ટી કરવામાં આવી હતી.જેમાથી બોરીસણા ગામના ૨ લોકોના મોત થયા છે. આ ખ્યાતિ હોસ્પિટલે ૨ જણાને મારી નાખ્યા છે. અન્ય ૫ દર્દીઓ હાલ આઈસીયુ માં સારવાર હેઠળ છે. ઘટના બાદ હોસ્પિટલમાંથી ડોકટરો ગાયબ થયા છે કોઇ ઉત્તર આપતા નથી.
તમામ ડોકટરો સસ્પેન્ડ: સરકારી યોજનાના ચૂકવણા અટકાવાયા
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્રારા મેડીકલ ચેકઅપ કેમ્પ થી સરકારી યોજનામાંથી પિયા ઉતારવાના માટે ડોકટરોના મોતનો વેપાર સામે રાય સરકાર દ્રારા કડક કાર્યવાહી કરવામાં આવશે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્રારા આચરવામાં આવેલા કૌભાંડને ધ્યાનમાં રાખીને તમામ તબીબોને તાત્કાલિક અસરથી સસ્પેન્શન આપવામાં આવ્યું છે આ ઉપરાંત હોસ્પિટલના તમામ દાવાઓની પતાવટ હોલ્ડિંગ પર મુકાય છે પીએમ જેવાય હેઠળ કોઈપણ શિબિર કે કેમ્પ કરવા પૂર્વે રાય સરકાર અથવા તો સ્થાનિક વહીવટી તંત્રની મંજૂરી લેવી પડશે. આ બનાવના ઘેરા પ્રતિયાઘાત પડતા રાય સરકાર દ્રાર ખ્યાતિ હોસ્પિટલ અને ડોકટરોનુ તત્કાલ અસરથી સસ્પેન્શન, હોસ્પિટલના તમામ દાવાઓની પતાવટ હોલ્ડિંગ,આવા કેસો સામે દડં કરવાનો નિર્ણય લેવાયો છે. પીએમજેએવાય હેઠળ કોઈપણ શિબિર અને વધુ સારવાર પહેલાં રાય અથવા જિલ્લ ા વહીવટીતંત્રને ફરજિયાત જાણ કરવાના આદેશો કરવામા આવયા છે.હવે ખ્યાતિ હોસ્પિટલના ડોકટરો સામે ફોજદારી રાહે ધરપકડ પણ કરવામા આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅડવાણાના યુવાને સી.આઇ.એસ.એફ.ની તાલીમ પૂર્ણ કરી
November 22, 2024 01:49 PMપોરબંદરની સરકારી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા રાજકોટના યુવાનનુ પર્સ પ્રામાણિકતાથી પરત અપાયુ
November 22, 2024 01:48 PMહીરાપન્ના કોમ્પલેકસમાં થયેલ ચોરી અંગે નોંધાશે ગુન્હો
November 22, 2024 01:48 PMહીરાપન્ના કોમ્પલેકસમાં થયેલ ચોરી અંગે નોંધાશે ગુન્હો
November 22, 2024 01:47 PMપોરબંદર-રતનપર રોડ પર આવેલી ઝુરીઓ ફેરવાઈ રહી છે ઉકરડામાં
November 22, 2024 01:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech