હાલારમાં તાપમાનમાં બે ડીગ્રીનો ઘટાડો: માવઠાની ભયથી ખેડુતો ચિંતામાં

  • November 23, 2023 12:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તા.૨૫ થી ૨૭ દરમ્યાન સૌરાષ્ટ્રના કેટલાક ગામોમાં વરસાદી ઝાપટા પડે તેવી હવામાન ખાતાની આગાહી: માવઠુ થાય તો રવિ પાકને થશે નુકશાન

જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ધીમે-ધીમે ઠંડીનું આગમન થયું છે હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી તા.૨૫ થી ૨૭ ત્રણ દિવસ જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં માવઠુ થશે તેવી આગાહી કરવામાં આવતા ખેડુતોમાં ચિંતાનો માહોલ છવાયો છે અને જો માવઠુ થાય તો રવિ પાકને પણ નુકશાન થવાની શકયતા છે ત્યારે લઘુતમ તાપમાનમાં ગઇકાલ કરતા બે ડીગ્રીનો ઘટાડો થયો છે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ રુમના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન ૧૮ ડીગ્રી, મહત્તમ તાપમાન  ૩૨ ડીગ્રી રહ્યું હતું,  હવામાં ભેજ ૯૨ ટકા અને પવનની ગતિ ૫ થી ૧૦ કિ.મી. પ્રતિકલાક રહી હતી.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ તા.૨૫ થી ૨૭ના રોજ હળવાથી મઘ્યમ છાટા પડવાની શકયતા છે, હાલમાં લઘુતમ તાપમાન ૨૧ થી ૨૨ વચ્ચે રહ્યા કરે છે ત્યારે ઠંડીની શરુઆત વચ્ચે માવઠાની આગાહીથી ખેડુતો ચિંતામાં મુકાઇ ગયા છે અને જો માવઠુ થાય તો જુવાર, શેરડી, ઘઉં, લસણ, ઇસબગુલ, ડુંગળી અને બટાટા જેવા પાકને સીધુ નુકશાન થવાની પણ શકયતા છે.
વાતાવરણમાં ઠંડક હોવાના કારણે લોકોએ ગુલાબી ઠંડીનો અનુભવ કર્યો છે, ગામડાઓમાં પણ ગઇકાલે સાંજે અને સવારે ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. આજ સવારથી જી.જી. હોસ્પિટલની ઓપીડીમાં પણ આ પ્રકારના દર્દીઓ જોવા મળ્યા હતાં. હવામાં ભેજ વધતા બપોરના ૧૧ થી ૫ દરમ્યાન ગરમીનો માહોલ જોવા મળ્યો છે.  મિશ્ર ઋતુને કારણે જી.જી. હોસ્પિટલમાં ૧૭૫થી વધુ અને ખાનગી હોસ્પિટલમાં ૨૫૦થી વધુ તાવના કેસ નોંધાઇ ગયા છે, બે દિવસમાં ૪૨૫ દર્દીઓમાં વાયરલ ઇન્ફેકશન, ગળામાં દુ:ખવું, તાવ, શરદી, ઉધરસના કેસો જોવા મળ્યા છે ત્યારે હજુ પણ બપોરે અસહ્ય ગરમી પડે છે, શિયાળાની અસર હજુ જોઇએ એટલી થઇ નથી. જી.જી.હોસ્૫િટલમાં દરરોજના ૪૦ જેટલા દર્દીઓને દાખલ કરવા પડે છે, એટલે કે જામનગરમાં દર્દીઓ દિવસેને દિવસે વધતા જાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application