દસ દિવસથી નવસારીમાં અટકી પડેલા નૈઋત્યના ચોમાસામાં ગઈકાલ બપોરથી સળવળાટ જોવા મળ્યો છે. આજે અને આવતીકાલે બે દિવસ માટે ગુજરાતમાં અનેક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની અને તારીખ 23 ના રોજ ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.
હવામાન ખાતાની જણાવ્યા મુજબ વડોદરા સુરત નવસારી વલસાડ તાપી દમણ અમદાવાદ આણંદ પંચમહાલ જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં આગામી બે દિવસ માટે હળવાથી મધ્યમાં વરસાદની શક્યતા છે અને તારીખ 23 ના રોજ દક્ષિણ ગુજરાતમાં વલસાડ દમણ દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ અટકી ગયેલું ચોમાસું ધીમે ધીમે આગળ વધે તેવું લાગે છે. આગામી ત્રણ દિવસમાં અરબી સમુદ્રના ઉત્તર તરફના ભાગમાં તે છવાઈ જશે. આ ઉપરાંત ગુજરાત પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ઓડીસા અને બંગાળની ખાડીના નોર્થ વેસ્ટ ભાગમાં નૈઋત્યનું ચોમાસુ પહોંચી જશે.
દરમિયાનમાં આજે સવારે છ વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન નવસારી જિલ્લાના કપરાડા અને ખેડા જિલ્લાના નડિયાદમાં દોઢ ઇંચ વરસાદ થયો છે. નવસારીના જલાલપુરમાં અડઘો ઈંચ સુરતના ચોયર્સિી અને વલસાડ જિલ્લાના ઉમરગામમાં પોણો ઇંચ વરસાદ થયો છે.
સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે સવારે પણ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ રહ્યું છે.
ભાવનગરમાં 70 ભુજમાં 71 દીવમાં 71 દ્વારકામાં 88 કંડલામાં 75 નલિયામાં 78 ઓખામાં 80 પોરબંદરમાં 74 સુરતમાં 76 અને વેરાવળમાં 84% ભેજ નોંધાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય માર્ગ પર ફરકાવ્યો ત્રિરંગો
January 26, 2025 10:40 AMપ્રજાસત્તાક દિવસે જમ્મુના MAM સ્ટેડિયમમાં બોમ્બની ધમકી, ઉપરાજ્યપાલ અહીં ધ્વજ ફરકાવશે
January 26, 2025 09:14 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:59 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech