જામનગર નજીક હાપા વિસ્તારમાંથી સાત વર્ષની બાળકીનું અપહરણ થયું હતું, જેને ઉઠાવી જનાર આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં જામનગરના ગાંધીનગર રેલ્વે સ્ટેશન પરથી ઝડપી લીધો હતો. જે આરોપીને બે દિવસના રિમાન્ડ પર લેવાયો છે, અને તેની વધુ પૂછપરછ ચાલી રહી છે.
જામનગર નજીક હાપા વિસ્તારમાં રહેતા અને માલધારી તરીકેનો વ્યવસાય કરતા એક પરિવારની સાત વર્ષની બાળકીનું અપહરણ થયું હતું, જે પ્રકરણમાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી હતી, અને ગણતરીના કલાકોમાં જ જામનગર ના ગાંધીનગર રેલ્વે સ્ટેશન પરથી આરોપીને ઝડપી લેવાયો હતો, અને તેના કબજા માંથી બાળકીને છોડાવી લઇ પરિવારજનોને પરત સુપ્રત કરી દેવાઇ હતી.
પંચકોશી-એ. ડિવિઝન પોલીસ ઉપરાંત એલસીબી, એસઓજી સહિતની પોલીસની સંયુક્ત ટુકડીના ઓપરેશન દરમિયાન પકડાયેલો આરોપી વિપુલ જાદવ દામોરીયા નામનો શખ્સ હાલ ગુલાબ નગર તાડીયા હનુમાન મંદિર પાછળ રહે છે. તેને પોલીસ દ્વારા રિમાન્ડની માંગણી સાથે અદાલત સમક્ષ રજૂ કરાયો હતો, જ્યાં અદાલતે બે દિવસના રિમાન્ડ મંજૂર કયર્િ છે. જેની પોલીસ દ્વારા ઘનિષ્ઠ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech