આગામી તા.૮ ફેબ્રુઆરીને શનિવારથી રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર, ગાંધીનગર સહિતના મહાનગરોમાં મિલેટ એકસપો– ૨૦૨૫ યોજાશે. જેના અનુસંધાને કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્માએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તૈયારીઓની સમીક્ષા કરી હતી. એકસપોના માધ્યમથી મિલેટસ અને પ્રાકૃતિક કૃષિ પેદાશ અંગે લોકોમાં જાગૃતિ વધે તે દિશામાં માર્ગદર્શન પૂં પાડું હતું. આ અંગે રાજકોટ મહાપાલિકા કચેરીમાં પ્લાનિંગ મિટિંગ યોજાઇ હતી.
મિટિંગમાં રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી (ઇન્ચાર્જ) એ.કે.વસ્તાણીએ રાજકોટના નાના મવા સર્કલ પાસે યોજાનારા મિલેટ એકસપો–૨૦૨૫ના આયોજનની વિગતો પુરી પાડી હતી. સાથે રાજકોટ મહાનગરપાલિકા ખાતે ઉપસ્થિત વિવિધ મ્યુનિ.બ્રાન્ચ તેમજ સરકારી વિભાગોના અધિકારીઓ સાથે આયોજન અંગે સમીક્ષા કરી હતી.
આગામી તા. ૮ ફેબ્રુઆરીના રોજ સવારે ૧૦ કલાકે મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો શુભારભં મહાનુભાવોના હસ્તે કરવામાં આવશે. આ બે દિવસીય એકસપોમાં ૬૦ પ્રદર્શન સ્ટોલ તેમજ ૧૫ જેટલા લાઈવ ફડ કોર્ટ ઉભા કરવામાં આવશે. જેમાં મીલેટસ અને પ્રાકૃતિક રીતે તૈયાર થયેલા શાકભાજી તેમજ અન્ય પ્રોડકટસનું પ્રદર્શન કમ વેચાણ કરવામાં આવનાર છે.
એકસપોમાં ખેડૂતો, વિધાર્થીઓ, યુવા અને પરિવાર સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાના હોઈ અહીં સ્ટેજ, બેઠક વ્યવસ્થા, પાકિગ, પાણી, લાઈટ, સેનીટેશન, ક્રાઉડ મેનેજમેન્ટ, ફાયર સેફટી, મેડિકલ ટીમ, હેલ્પ ડેસ્ક સહીત વ્યવસ્થાપન અંગે જિલ્લા વિકાસ અધિકારીએ જરી માર્ગદર્શન પૂં પાડું હતું.
ઉપરોકત બેઠકમાં સહાયક મ્યુનિસિપલ કમિશનર બી.એલ. કાથરોટીયા, જિલ્લા ખેતીવાડી અધિકારી તૃિબેન પટેલ સહિત મહાનગરપાલિકા અને વિવિધ વિભાગના અધિકારીઓ જોડાયા હતાં
બાજરો, બાજરી, જુવાર, રાગી, કાંગ, કોદરી અને ઝંગોરીની વાનગીઓનો લાઇવ ફૂડ સ્ટોલ
અત્રે ઉલ્લેખનીય છે કે, રાય સરકાર દ્રારા આયોજિત મિલેટ મહોત્સવમાં રાગી, કાંગ, કોદરી, ઝંગોરી, જુવાર, બાજરી જેવી પ્રોડકટસનું પ્રદર્શન કમ વેચાણ હાથ ધરવામાં આવશે. યારે લોકો મિલેટમાંથી બનતી વાનગીઓથી અવગત થઇ શકે તે માટે લાઇવ ફડ સ્ટોલનું પણ આયોજન કરવામાં આવશે. મિલેટ પકવતા અને નેચરલ ફામગ કરતા ખેડૂતો, ખેડૂતો સાથે સંકળાયેલા એનજીઓ, શહેરીજનો આ આયોજનનો મહત્તમ લાભ લઈ શકે તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે. આ એકસપો થકી આરોગ્યપ્રદ વાનગીઓ લોકોના રોજબરોજના જીવનનો ભાગ બને તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech