પોરબંદરમાં નગરપાલિકાના તંત્રએ બે કોમર્શીયલ અને એક રેસીડેન્ટ મિલ્કતનો એક લાખ સાઇઠ હજારનો વેરો બાકી હોવાથી સીલ મારી દીધા છે જ્યારે ત્રણ મિલ્કતોનો પંચાણુ હજારનો વેરો ઓન ધ સ્પોટ ભરી દેવામાં આવ્યો હતો.
ડીસેમ્બર એન્ડીંગમાં પોરબંદર નગરપાલિકાનું તંત્ર વેરા વસુલાત માટેની કાર્યવાહીને ઉગ્ર બનાવીને મસમોટા દંડ કરવાથી માંડીને મિલ્કતો સીલ મારવી, મિલ્કતો ટાંચમાં લઇને હરરાજી કરવા માટેની વહિવટી પ્રક્રિયા કરવી જેવી વિવિધ પ્રયુક્તિઓ ચીફ ઓફિસર મનન ચતુર્વેદીના માર્ગદર્શન હેઠળ અજમાવવામાં આવી રહી છે ત્યારે મંગળવારે હાઉસટેકસ ઇન્સ્પેકટર વિપુલભાઇ ભટ્ટ અને તેમની ટીમે ખારવાવાડ વિસ્તારમાં બે કોમર્શીયલ અને એક રેસિડેન્સીયલ સહિત ત્રણ મિલ્કતનો એક લાખ સાઇઠ હજારનો વેરો બાકી હોવાથી સીલ મારી દીધી હતી.
સુદામાચોક પાછળ બે દુકાનોનો લાંબા સમયથી ૪૫ હજારનો વેરો બાકી હતો તે ઓન ધ સ્પોટ ભરી દેવામાં આવ્યો હતો એ જ રીતે ઝુરીબાગ વિસ્તારમાં એક મકાન અને એક દુકાનનો અંદાજે સાતેક વર્ષનો પચાસ હજાર પિયા જેવો વેરો બાકી હતો તેને પણ સીલ લાગે તે પહેલા ભરી દેવામાં આવ્યો હતો તેથી ૯૫ હજારની નગરપાલિકાને આવક થઇ હતી. આ કામગીરીમાં હાઉસટેકસ ઇન્સ્પેકટર વિપુલભાઇ ભટ્ટ, સુનીલભાઇ રામદત્તી, દેવ નિમાવત, હરીશભાઇ જુંગી અને ચેતન હરીયાણી જોડાયા હતા. ચીફ ઓફિસર દ્વારા હાઉસટેકસ વિભાગને સુચના આપવામાં આવી છે કે દરરોજ વેરા વસુલાતની કડક કાર્યવાહી કરવાની છે અને જે કોઇ વેરા ભરવામાં અખાડા કરતા હોય તેમની સામે કડક હાથે કામ લેવા માટે કોઇની શેહશરમ રાખવાની નથી. એરપોર્ટને સીલ મારવા માટેની કાર્યવાહી પણ હાલ પૂરતી અટકાવી દેવામાં એટલા માટે આવી છે કે કેન્દ્રીય લેવલથી વેરો ભરવા માટેની કાર્યવાહી થઇ રહી છે. અન્યથા એરપોર્ટને પણ સીલ મારતા નગરપાલિકાનું તંત્ર અચકાશે નહી તેવું જણાવાયુ હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના લીમડાલાઈનમાં જિલ્લા કાર્યાલય ખાતે કોંગ્રેસની પત્રકાર પરિષદ
April 25, 2025 06:59 PMજામનગરમાં ખેલમહાકુંભની રાજ્યકક્ષાની ફેન્સીંગ સ્પર્ધાનો ભવ્ય પ્રારંભ
April 25, 2025 06:52 PMશ્રીનગરમાં ફસાયેલો પરિવાર રાજકોટ પહોંચ્યો, પરિવહનની વ્યવસ્થા તંત્રએ કરી આપી વિનામુલ્યે
April 25, 2025 06:39 PMકૉંગ્રસે સંગઠનને લઈને કામગીરી હાથ ધરી, બે દિવસ કાર્યકરો અને આગેવાનોને સાંભળશે
April 25, 2025 06:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech