ખંભાળિયામાં વિદેશી દારૂ સાથે બે ઝડપાયા: એકની શોધખોળ

  • April 03, 2024 10:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયાના ભગવતી ગ્રાઉન્ડ વિસ્તારમાં પોલીસે ગતરાત્રીના સમયે અત્રે રામનાથ સોસાયટીમાં રહેતા કુશ જીતેન્દ્રભાઈ દતાણી (ઉ.વ. 27) અને હિતેશ નારણભાઈ ધારાણી (ઉ.વ. 24, રહે. શક્તિ નગર) ને વિદેશી દારૂની બોટલ તથા મોટરસાયકલ મળી, કુલ રૂપિયા 40,500 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.


દારૂની આ બોટલ તેઓએ અહીંના બંગલા વાડી વિસ્તારમાં રહેતા ઈમરાન કાસમભાઈ બ્લોચ પાસેથી મેળવી હોવાની કબુલાત પોલીસ સમક્ષ આપી હતી. જે અંગે ખંભાળિયા પોલીસે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application