વડવા પાદર દેવકી વિસ્તારમાં આતંક મચાવનાર પાંચ પૈકી બે ઝડપાયા

  • May 20, 2025 04:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના વડવા પાદર દેવકી વિસ્તારમાં રહેતા યુવાનની દસેક માસ પૂર્વે યુવાનની થયેલી હત્યા કેસમાં સંડોવાયેલા શખ્સોએ બે દિવસ પૂર્વે મોડી રાત્રે વડવા પાદર દેવકી વિસ્તારમાં હથિયાર સાથે ધસી જઈ મૃતકના પરિવારજનોને સમાધાન કરી લેજો નહિતર બીજા પુત્રને પણ મારીનાખીશું તેવી ધમકી આપી વાહનોમાં તોડફોડ કરી આતંક મચાવ્યા અંગેની ફરિયાદ વડવા પાદર દેવકી વિતરણ, મોચી બજારમાં રહેતા યુસુફખાન અયુબખાન પઠાણે નીલમબાગ પોલીસ મથકમાં અમન પાટી, હસન અલ્તાફ દસાડીયા, અમન ઉર્ફે બાબુ, બગો ઉર્ફે ફકરુદિન અને યાસીન મણીયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ સામે ગિનો દાખલ કરી પાંચ પૈકી અમન ઉર્ફે બાબુ અને બગો ઉર્ફે ફકરુદિનને ઝડપી લઈ બન્નેને બનાવના સ્થળે લઈ જઈ ઘટનાનું રીક્ધટ્ર કશન કર્યુ હતું. બન્ને આરોપીઓને બનાવના સ્થળે લઈ જવાતા લોકોના ટોળાં ઉમટ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News