વાંકાનેરના પાસેથી દેશી દારૂ ભરેલ ઈનોવા સાથે બે ઝડપાયા

  • September 23, 2024 10:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલીંગ દરમ્યાન સ્ટાફને મળેલ ચોકકસ બાતમીના આધારે પોલીસે વઘાસીયા ટોલનાકા પાસેથી પસાર થતી એક ઈનોવા કારને રોકી તલાસી લેતાં તેમાંથી ૪૦૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે ૨.૮૦ લાખના મુદ્દામાલ સાથે બે શખસોની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલીંગ દરમ્યાન સ્ટાફને મળેલી ચોકકસ બાતમીના આધારે પોલીસે વઘાસીયા ટોલનાકા નજીકથી પસાર થતી એક ઈનોવા કાર નં.જીજે૦૧ એચપી ૪૭૧૯ને રોકી તલાશી લેતાં તેમાંથી ૪૦૦ લીટર દેશી દારૂ કિંમત રૂા.૮૦,૦૦૦નો જથ્થો મળી આવતા પોલીસે કાર ચાલક મહેન્દ્રસિંહ વિક્રમસિંહ જાડેજા ઉ.વ.૪૨ અને જેનીશ રાયધનભાઈ ચૌહાણ ઉ.વ.૨૪ રહે. બન્ને રાજકોટની કાર તથા દેશી દારૂ સહિત કુલ રૂા.૨,૮૦,૦૦૦ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરીમાં પીઆઈ એચ.વી.ઘેલા, નાયબ પોલીસ અધિક્ષક વાંકાનેર વિભાગની કચેરીના હેડ કોન્સ્ટેબલ રૂતુરાજસિંહ જાડેજા, કોન્સ્ટેબલ તેજસભાઈ વિડજા, વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ ચાવડા, વિરેન્દ્રસિંહ ઝાલા, હરદીપસિંહ ઝાલા, કોન્સ્ટેબલ દર્શિતભાઈ વ્યાસ, તાહજુદીનભાઈ શેરસીયા, ધર્મરાજભાઈ ગઢવી અને દિનેશભાઈ સોલંકી વગેરે જોડાયેલા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News