ઉત્તર પ્રદેશના વારાણસીમાં વહેલી સવારે મોટી ઘટના બની હતી.કાશી વિશ્વનાથ મંદિર પાસેની જ ગલીમાં અહીં એક સાથે બે જર્જરિત મકાનો ધરાશાયી થયા હતા. આ અકસ્માતમાં 8 લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો. માહિતી મળતાં જ એનડીઆરએફ, પોલીસ કર્મચારીઓ, આરોગ્ય વિભાગના અધિકારીઓ અને ડોગ સ્ક્વોડએ સાથે મળી બચાવ કામગીરી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, આ ઘટના પોલીસ સ્ટેશન ચોક સ્થિત કાશી વિશ્વનાથ મંદિરની બાજુની ગલીમાં બની હતી. જ્યાં બે જર્જરિત મકાનો ધરાશાયી થયા હતા. કાટમાળમાં ફસાયેલા આઠ લોકોમાં એક પોલીસ કોન્સ્ટેબલનો પણ સમાવેશ થાય છે. એનડીઆરએફની ટીમે સફળતાપૂર્વક ત્રણ લોકોને જીવતા બચાવ્યા અને ગંભીર રીતે ઘાયલ કોન્સ્ટેબલને સારવાર માટે કબીર ચૌરા મંડલ હોસ્પિટ.લમાં લઈ જવામાં આવ્યો. હાલ એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે બચાવ કામગીરીમાં લાગેલી છે માહિતી મળતાં જ એનડીઆરએફ અને પોલીસના જવાનો ત્યાં પહોંચ્યા અને બચાવ કાર્ય શરૂ કર્યું. રેસ્ક્યુ ટીમે 3 લોકોને બચાવી લીધા છે. બે ઘાયલોને સારવાર માટે કબીરચૌરા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. એકની હાલત ગંભીર બનતા તેને ટ્રોમા સેન્ટરમાં રીફર કરવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગ અને ડોગ સ્કવોડની ટીમો પણ સ્થળ પર હાજર છે. તમને જણાવી દઈએ કે આ ઘટના એન્ટ્રન્સ 4એ તરફ જતા સિલ્ક ગલી રૂટ પર બની હતી.
સીએમ યોગીએ ત્વરિત કાર્યવાહીની સુચના આપી
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વારાણસી જિલ્લામાં મકાન ધરાશાયી થતાં અકસ્માતની નોંધ લીધી હતી. મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા અને તેમને યોગ્ય સારવાર આપવા સૂચના આપી છે. આ સાથે જ તેમણે ઘાયલોના જલદી સાજા થવાની કામના પણ કરી હતી. તેમણે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને એનડીઆરએફની ટીમોને ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્યને ઝડપી બનાવવાનો નિર્દેશ આપ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech