રાજકોટમાં ગત રાત્રે ડબલ મર્ડરની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. શહેરના આર્યનગરમાં એક મકાનમાં જ ઉપર નીચે રહેતા બે પરપ્રાંતીય પરિવાર વચ્ચેની માથાકૂટ હત્યા સુધી પહોંચી હતી. શહેરના સંત કબીર રોડ ઉપર આર્યનગરમાં રહેતા બે સગા ભાઈ પર અજાણ્યા શખસોએ છરી વડે જીવલેણ હૂમલો કર્યો હતો. જેમાં એક ભાઈનું ઘટના સ્થળે તો અન્યનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ શહેરનાં સંત કબીર રોડ ઉપર રહેતા પરપ્રાંતીય અમિત જૈન અને વિક્કી જૈન નામના બંને ભાઈઓ પર રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં બન્ને યુવાનને પેટ અને શરીરના અન્ય ભાગો ઉપર છરીના ઘા મારવામાં આવ્યા હતા. જેને કારણે એક ભાઈ તો લોહીલૂહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો તો અન્ય ભાઈને ગંભીર હાલમાં 108 એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બીજા ભાઈનુ પણ મૃત્યુ નિપજ્યું હતું
લોહિયાળ હાલતમાં ઘર નજીક રસ્તા પર આવીને બન્ને ભાઈ પટકાયા
આર્યનગર 6માં ભાડાના મકાનમાં રહેતા બે પરિવાર વચ્ચે સોમવારે રાત્રિના દશેક વાગ્યે ધમાલ થઈ ગઈ હતી, છોટુશંકર ગુપ્તા નામના શખ્સે અમિત રાજુભાઇ જૈન (ઉં.વ.29) અને તેના નાનાભાઇ વિકી રાજુભાઇ જૈન (ઉં.વ.25)ને છરીના ઘા ઝીંકી દીધા હતા, છરીના આડેધડ ઘા ઝીંકાતા બંને ભાઇઓ લોહિયાળ હાલતમાં ઘર નજીક રસ્તા પર આવીને પટકાયા હતા, અને ઘટનાને પગલે વિસ્તારના લોકો એકઠા થઇ ગયા હતા.
ક્યાં કારણથી હત્યા થઈ તે દિશામાં પોલીસની તપાસ
જાગૃત નાગરિકે જાણ કરતા 108ની ટીમ સ્થળ પર પહોંચી હતી અને અમિત તથા વિકીને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જેમાં વિકી જૈનનું મોત નીપજ્યું હતું, જ્યારે અમિતને તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં ખસેડવામાં આવ્યો હતો, જો કે, મેડિકલ ટીમની સારવાર કારગત નીવડી ન હતી અને તેનું પણ મૃત્યુ નીપજ્યું હતું. મોડીરાત્રે પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલે પહોંચી ગયો હતો અને હત્યારાઓને ઝડપી લેવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે. કયા કારણોથી બંને ભાઈઓને હત્યા નીપજાવવામાં આવી તે અંગે પોલિસે ચક્રો ગતિમાન કર્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત વિદેશી રોકાણને આકર્ષવા પરમાણુ કાયદાઓને હળવા કરશે
April 19, 2025 10:22 AMહવે ઇસરો વોટર બેરને મોકલશે અંતરીક્ષમાં
April 19, 2025 10:18 AMગ્લેશિયર પીગળતાં 200 કરોડ લોકો પર જોખમ
April 19, 2025 10:14 AMદિલ્હીના મુસ્તફાબાદમાં મકાન ધરાશાયી થતા છના મોત
April 19, 2025 10:00 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech