ઉનાના નેસડા–વાવરડા ગામે બે સ્થળેથી રૂા.૨૧.૯૦ લાખના દારૂ સાથે બે ઝડપાયા

  • September 16, 2024 10:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉના તાલુકાના નેસડા ગામે ટ્રક માંથી તેમજ વાવરડાની નદી કિનારેથી બન્ને અલગ અલગ જગ્યાએ જિલ્લ ાના એલસીબી ટીમે બાતમી આધારે રેઇડ કરતા વિદેશી દાની કુલ ૩૯૨ પેટીઓનો તેમજ બીયરના ટીમનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં  બે શખ્સોને કુલ કી..૨૧,૯૦ લાખથી વધુના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા. જયારે છ શખ્સો હાજર મળી આવેલ નથી. આમ પોલીસે કુલ ૮ શખ્સો સામે ફરીયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ગીરસોમનથ એલસીબી સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે રેડ કરતા ઉના તાલુકાના નેસડા ગામની ગૌચરણની સીમ શીતળા માતાજીના મંદીર પાસે તરફ જતા રોડ પાસે એક ટાટા કંપનીનો મીની ટ્રક તાલપત્રી બાંધેલ પડેલ હતો. જેમાં ઈંગ્લીશ દાનો જથ્થો ભરેલ હોય જે હેરાફેરી કરવાની ફીરાકમાં હોય જેથી એલ સી બી ટીમે ત્યાં જઈ રેઇડ કરી હતી. અને આ ટ્રકમાં તાલપત્રી ખોલી જોતા દાની પેટીઓનો જથ્થો મળી આવેલ તેમજ વારડાતા નદી કિનારેથી આમ અલગ અલગ બે જગ્યા એથી દાનો જથ્થો કબ્જે કર્યેા હતો.
ટ્રકમાં દાના જથ્થા સાથે આરોપીઓ જસુ દડુભાઇ ગોહીલ, રહે.સનખડા, માન ભીખુ ઉર્ફે ભખાભાઇ ભાલીયા રહે. વાવરડા શાહી નદીના કાંઠે, બે શખ્સો ઝડપાયા હતા. જયારે સતુ કાળુભાઇ ગોહીલ, જયેશ ઉર્ફે જયદીપભાઈ જીતુભાઈ ગોહીલ, ચેતન જીતુભાઇ ગોહીલ, નિરવસીંહ વીસાભાઈ ગોહીલ, જયેશ ઉર્ફે નાગણી લખમણભાઇ વાઘેલા રહે.સનખડા, ભગુ જોધુભાઇ રહે.સનખડા આ તમામ હાજર નહિ મળી આવતા પોલીસે બે શખ્સો સહીત કુલ ૮ સામે ગૂન્હો નોધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application