ભાવનગર-સોમનાથ ધોરી માર્ગ પર ઘોઘા તાલુકાના સાણોદર ગામ નજીક આવેલા રાજસ્થાની ધાબા પાસેથી ભાવનગર પેરોલ ફર્લો સ્કવોર્ડએ બાતમીના આધારે ટ્રકની તલાસી લેતા ટ્રકમાં વિદેશી દાની રરર પેટી, ૬ર૦૦ જેવી બોટલ મળી આવતા ટ્રકની સાથે રહેલા ચાલક સહિત બે શખ્સની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતાં દાનો જથ્થો રાજસ્થાનથી લાવી તળાજા તાલુકાના પસવી ગામે રહેતા શખ્સને પહોંચાડવાનો હોવાનું જણાવતા પેરોલ ફર્લો સ્કવોર્ડે દા, ટ્રક તેમજ બે મોબાઇલ મળી કુલ ા.૪૦,૩૬,૪૮૦નો મુદ્દામાલ કબ્જે લઇ રાજસ્થાનના અને પસવી ગામના શખ્સ સામે પ્રોહીબીશન હેઠળ ગુન્હો દાખલ કરી બન્નને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.
પેરોલ ફર્લો સ્કવોર્ડ જોધપુર બાડમેર દાલબાટી ચુરમા હોટલ નજીકથી ટ્રકને અટકાવી તલાશી લેતા તેમાં દાનો જથ્થો જણાતા ટ્રકની સાથે રહેલા સત્યનારાયણ ઉર્ફે સુરેશ જીવારામ મેઘવાલ (ઉ.વ. ૨૩ રહે ખેરણ ગામ કુંભલગઢ રાજસ્થાન) અને શેતાનસિંગ શ્રવણ મીના (ઉ.વ. ૨૫ સરચીયા ચારણ તા જહાજપુર જી ભીલવાડા રાજસ્થાન)ને ઝડપી લઈ બન્નેની પૂછપરછ દરમ્યાન લાલશિગ દલીંગસિંગ રાજપુત (રહે.ખેરાણ કુંભલગઢ રાજસ્થાન)એ રાજદિપસિહ નાથુભા સરવૈયા (રહે પસવી તા તળાજા ભાવનગર) ને મોકલ્યો હોવાનું જણાવતા લાલશિંગ દલિસીંગ રાજપૂત અને રાજદીપસિંહ નાથુભા સરવૈયા સામે પ્રોહીબીશન હેઠળ ગુનો દાખલ કરી વિદેશી દારૂની ૨૨૨ પેટી, બોટલ નંગ ૬૨૨૮, કિંમત રૂપિયા ૨૫,૨૬,૪૮૦ તેમજ ટ્રક કિંમત રૂપિયા ૧,૫૦,૦૦૦ બે મોબાઈલ કિંમત રૂપિયા ૧૦,૦૦૦ મળો કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા ૪૦,૩૬,૪૮૦નો મુદ્દામાલ કબ્જે કરી બન્ને શખ્સને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: રોમાંચક મુકાબલા બાદ પંજાબ કિંગ્સ ફાઇનલમાં, 3 જૂને RCB સામે ફાઈનલમાં ટકરાશે
June 02, 2025 01:50 AMદેશમાં કોરોનાનો ફરી કહેર: 9 દિવસમાં 1300% કેસ વધ્યા, 48 કલાકમાં 21 મોત
June 01, 2025 09:55 PMયુક્રેનનો મોટો દાવો: 41 રશિયાના વિમાનોને કર્યા નષ્ટ
June 01, 2025 09:49 PMકડી વિધાનસભા પેટાચૂંટણી: કોંગ્રેસે રમેશ ચાવડાને ટિકિટ આપી, રાજકીય ગરમાવો તેજ
June 01, 2025 09:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech