જેતપુર પંથકમાં સતત બે દિવસ માવઠું ખેડૂતો માટે આફત બનીને આવ્યું હતું. પંથકના પીઠડીયા, કાગવડ સહિતના ગામોમાં એક કલાકમાં વાદળું ફાટું હોય તેવો વરસાદ વરસતા ખેતરમાં તૈયાર મગફળીના પાથરા તેમજ સોયાબીન તણાઈ ગયા, ભારે પવનને કારણે કપાસ ભાંગી ગયો. ખેડૂતો પાસે હવે કઈ બચ્યું ન હોવાથી શિયાળું પાકનું વાવેતર પણ મુશ્કેલ બન્યું છે. જેથી સરકાર નુકશાનીનો તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.
જેતપુર પંથકમાં ગતરાતનું માવઠું આફત બનીને આવ્યું હતું. તેમાં પીઠડીયા ગામે તો વાદળું ફાટું તેટલો વરસાદ વરસ્યો હોવાનું ગામલોકો જણાવી રહ્યા છે. કેમ કે ગામની સ્થાનિક નદી પાસે આવેલ નાગબાઈનું મંદિર કે જેના પાંચ પગથિયાં સુધી નદીનું પાણી પહોંચી ગયું હતું.
આટલું પાણી નદીમાં ત્યારે જ આવે છે કે યારે ચોમાસુ જામ્યું હોય અને આઠથી દસ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોય. જેના કારણે પીઠડીયા અને કાગવડ ગામની સીમ વિસ્તારની અંદાજીત ૪૦૦ થી ૫૦૦ વિઘા જમીનની મગફળી, કપાસ, સોયાબીન તેમજ મરચીનો તૈયાર થઈ ગયેલ પાક તણાઈ ગયો અને બચ્યો તે ભારે પવનમાં ભાંગી ગયો હતો. સીમ વિસ્તારના ખેતરોમાં હજુ એડી ડૂબ પાણી ભરેલા છે અને તેમાં મગફળીના બચ્યા કુચ્યા તૈયાર પાથરા પડેલ છે. અને આવા ખેતરોમાં હાલ અંદર જઈ શકાય તેવી શકયતા નથી. જેથી ખેડૂતોની પોતાની નજર સામે પોતાનો તૈયાર પાક સડતા જોવો પડી રહ્યો છે અને ગતરાતે મોટાભાગના ખેતરોમાં તૈયાર મગફળી ખેતરોના કાઢીયામાં તણાઈ અને ચારથી પાંચ કિમી દૂર વહી ગઈ છે. જેમાં ખેડૂતો તેમજ તેના ખેત ભાગીયાઓ તણાઈ ગયેલ મગફળીના પાથરા વિણી જે કઈ હાથમાં આવે તેવો પ્રયત્ન કરી રહ્યા છે. આ અંગે ખેત ભાગીયા એવા કમુબેને જણાવેલ કે અમે ખેતરના કાઢીયાના પાણીમાંથી તણાઈ ગયેલ મગફળીના પાથરા વિણીને જે કઈ મજૂરીના નીકળે તેનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમોએ તો ખેડૂત સાથે ભાગમાં ખેતર વાવવા રાખ્યું હોય એટલે અમારે જે ઉપજ થાય તેમાંથી ભાગ લેવાનો હોય. પાક તો થયો પરંતુ માવઠામાં તણાઈ જતા અમારે તો છેલા ત્રણેક મહિનાની કાળી મહેનતનું વણતર તણાઈ ગયું. હવે અમારે શું કરવું યારે જેનું ખેતર છે તે ભુપતભાઇ ગોંડલીયાએ જણાવેલ કે, અમારો તો તમામ પાક તણાઈ ગયો હવે અમારે શિયાળું પાકનું વાવેતર કેમ કરવું કેમ કે અમારી પાસે જે કઈ બચત હતી તે આ વખતે પાકની માવજતમાં વપરાય ગઈ. એટલે અમારે હવે તો શિયાળું પાકનું વાવેતર પણ કેમ કરવું તે એક પ્રશ્ન ઉભો થયો છે. જેથી સરકાર તાત્કાલિક અમારી નુકશાનીનો સર્વે કરી સહાય કરે તો જ અમો શિયાળું પાકનું વાવેતર કરી શકીશું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરાલી સળગાવવાનો દંડ બમણો કરાયો, 30,000 રૂપિયા સુધીનો થઈ શકે છે દંડ
November 07, 2024 04:15 PMમગની દાળ પણ વજન ઘટાડવામાં મદદ કરે છે, જાણો એક્સપર્ટ પાસેથી ડાયટમાં સામેલ કરવાની રીત
November 07, 2024 04:03 PMછઠ પૂજા વ્રતના પારણા કેવી રીતે થશે પૂર્ણ?
November 07, 2024 03:56 PMઆજે અસ્ત થતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવામાં આવશે, જાણો છઠ વ્રતની કથા અને પૂજાનું મહત્વ?
November 07, 2024 03:54 PMજૈન ધર્મના લોકો જમીનમાં ઉગેલી વસ્તુઓ કેમ નથી ખાતા? જાણો કારણ
November 07, 2024 03:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech