રાજકોટ શહેરમાં ગઇકાલે રવિવારે સવારથી વાદળછાંયા વાતાવરણ અને અસહ્ય બફારા વચ્ચે બપોરે બે વાગ્યાથી ગાજવીજ સાથે એકાએક જોરદાર શ થયો હતો અને બપોરે ચાર વાગ્યા સુધી સતત વરસાદ વરસતા બે કલાકમાં ૫૭ મીમી અર્થાત સવા બે ઈંચ વરસાદ નોંધાયો હતો. અચાનક સવા બે ઈંચ વરસાદ વરસતા રવિવારે આયોજિત અનેક કાર્યક્રમોના રંગમાં ભગં પડો હતો. શહેરના મુખ્યમાર્ગેા ઉપર ચોમેર પાણી ભરાઇ ગયા હતા. ચાર વાગ્યા બાદ વરસાદે વિરામ લીધો હતો અને રાત્રે આઠ વાગ્યાથી ફરી ઝરમર વરસાદ શ થતાં સહ પરિવાર ફરવા નીકળેલા લોકોની મોજ બગડી હતી.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાના કન્ટ્રોલમના સૂત્રોએ જણાવ્યું હતું કે તા.૧૯ ઓકટોબરને શનિવારે રાતે ૧૨થી તા.૨૦ ઓકટોબરને રવિવારે રાત્રે ૧૨ વાગ્યા સુધીમાં રાજકોટ શહેરમાં ગઇકાલે રવિવારે વેસ્ટ ઝોનમાં સૌથી વધુ ૫૭ મીમી વરસાદ નોંધાયો હતો, આ સાથે વેસ્ટ ઝોનનો મોસમનો કુલ વરસાદ ૫૬.૫૦ ઈંચ થયો છે. યારે સેન્ટ્રલ ઝોનમાં ૩૪ મીમી પાણી વરસ્યું હતું અને આ સાથે સેન્ટ્રલ ઝોનનો મોસમનો કુલ વરસાદ કુલ ૫૭.૭૫ ઈંચ ઈંચ થયો છે. યારે ઇસ્ટ ઝોનમાં ૧૪ મીમી વરસાદ વરસ્યો હતો અને આ સાથે ત્યાંનો મોસમનો કુલ વરસાદ ૪૩.૨૯ ઈંચ થયો છે. આગામી દિવસોમાં હજુ પણ હળવાથી ભારે વરસાદની આગાહી હોય તંત્રને એલર્ટ રહેવા સુચના જારી કરાઇ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech