ખનનમાં એક્સપ્લોઝિવનો ઉપયોગમાં પ્રથમ વખત આરોપીને 10 વર્ષની કેદ સાથે દંડ
કલ્યાણપુર પંથકમાંથી વર્ષ 2008-09 ના સમયગાળા દરમિયાન સરકારી જગ્યામાંથી કરવામાં આવેલા 1.33 કરોડની કિંમતના બોક્સાઈટની ચોરી પ્રકરણમાં ખંભાળિયાની એડિશનલ સેશન્સ કોર્ટે બે આરોપીઓને ત્રણ વર્ષની સખત કેદ તથા રૂપિયા 25,000 નો દંડ તેમજ એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ એક આરોપીને દસ વર્ષની સખત કેદ અને રૂપિયા 75,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના લાંબા ગામની સીમમાંથી જેસા લાખા ચેતરીયા નામના એક શખ્સ દ્વારા તારીખ 5-09-2008 થી 16-01-2009 સુધીના સમયગાળા દરમિયાન વિનોદભાઈ નામના એક આસામીની લાંબા ગામની સીમમાં આવેલી લીઝમાં ભૂસ્તર શાસ્ત્રી અનિલકુમાર ઉનિયાલ અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર પ્રદીપ જાદવની ટીમ દ્વારા તારીખ 5-09-2008 ના રોજ ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી.
લાંબા ગામના ચોક્કસ રેવન્યુ સર્વે નંબરની જગ્યામાં વિનોદભાઈની લીઝની પૂર્વ તરફ કરવામાં આવેલા ચેકિંગમાં અહીં એક હિટાચી મશીન પડ્યું હતું. મશીનની તપાસ કરતા આ મશીનનું સાયલેન્સર ગરમ હતું અને હિટાચીના તાજા ચીલા પણ જોવા મળ્યા હતા. જેથી લીઝધારકના વહીવટદારના મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરી અને ભૂસ્તર શાસ્ત્રી અનિલકુમાર ઉનિયાલ દ્વારા પૂછપરછ કરવામાં આવતા ખાણમાં ખોદકામ બંધ હતું અને કોઈ હિટાચી મશીન તેઓએ ભાડે રાખ્યું ન હતું.
આથી લીઝ વિસ્તારની આજુબાજુમાં ગેરકાયદેસર ખોદકામ કરી અને હિટાચી મશીન લીઝ વિસ્તારમાં સંતાડી રાખવામાં આવ્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવતા અને વિનોદભાઈની લીઝની બાજુમાં ખાણકામ એકબીજાની મદદગારીમાં ખનીજ ચોરી કરવામાં આવી હોવાનું જણાયું હતું. આ પ્રકરણમાં અન્ય એક આરોપી મુકેશ પંડ્યાની સંડોવણી પણ ખુલવા પામી હતી. જેમાં આરોપી મુકેશ મનહરલાલ પંડ્યાએ લીઝધારકની બાજુમાં આવેલી સરકારી ખરાબાની ચોક્કસ સર્વે નંબરની લીઝ વિસ્તારમાંથી કોઈ પણ જાતના આધાર વગર તદ્દન ગેરકાયદેસર રીતે બોકસાઈટ મેળવવા માટે જુદા જુદા ખાડાઓમાં જુદા જુદા સમયે બ્લાસ્ટિંગ કરાવ્યું હતું.
આ ઉપરાંત અન્ય એક આરોપી રમેશ ગોવિંદભાઈ ધોકીયાએ મજૂરોની મદદથી ખાણકામ કરાવ્યું હતું. તેમાં પ્રથમ આરોપી જેસા ચેતરીયાએ ખોદકામ માટે હિટાચી મશીન તથા અન્ય સાધનો પુરા પાડી એકબીજાની મદદગારીમાં ગેરકાયદેસર રીતે ખાણ કામ કર્યું હતું. આ રીતે અનધિકૃત રીતે જુદા-જુદા વાહનો ટ્રકોમાં ખનીજનું વહન કરી કુલ 40,366.814 મેટ્રિક ટન બોક્સાઈટ ખનીજની ચોરી થયાનું જાહેર થયું હતું. આ પ્રકરણમાં પ્રતિ ટન રૂ. 330 લેખે કુલ રૂ. 1,33,21,049 ની ખનીજ ચોરી એકબીજાની મદદગારીથી કરી હોવાનો ગુનો જામનગર રોયલ્ટી ઇન્સ્પેક્ટર પ્રદીપ ચંદ્રકાંત જાદવ દ્વારા કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવ્યો હતો.
આ પ્રકરણમાં પોલીસે આઈ.પી.સી. કલમ 379 અને 114 તથા એમ.એમ.આર.ડી. ની જુદી-જુદી કલમ ઉપરાંત ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલલીગલ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ સહિતની જુદી જુદી કલમ હેઠળ તપાસનીસ અધિકારી કે.ડી. ભટ્ટ અને પી.વી. કોટવાલ દ્વારા ખનનવાળી જગ્યાની એફએસએલ અધિકારીઓ રૂબરૂ તપાસણી કરવામાં આવી હતી. જેમાં આ સ્થળે એક્સપ્લોઝિવની હાજરી જોવા મળી હતી. જેથી એક્સપ્લોઝિવ એક્ટની કલમ હેઠળ પણ ગુનો નોંધાયો હતો.
આ સમગ્ર કેસ ખંભાળિયાની એડિશનલ સેશન્સ એન્ડ સ્પેશિયલ કોર્ટના જજ શ્રી એસ.જી. મનસુરી સમક્ષ ચાલી જતા આ પ્રકરણમાં 30 સાક્ષીઓની કરવામાં આવેલી તપાસ તેમજ ફરિયાદી રોયલ્ટી ઇન્સ્પેક્ટર પ્રદીપ ચંદ્રકાન્ત જાદવની લેવામાં આવેલી જુબાની આરોપીઓ દ્વારા કરવામાં આવેલી ખનીજ ચોરી અંગેના સાંકળતા પુરાવાઓ એફ.એસ.એલ. અધિકારી અને ખાણ ખનીજ ખાતાના અધિકારીઓની જુબાની, સ્થાનિક જગ્યાએથી આરોપીઓ રૂબરૂના રોજકામ, કબ્જે કરવામાં આવેલા મુદ્દામાલ સહિત જિલ્લા સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા કરવામાં આવેલી લંબાણપૂર્વકની દલીલોને ધ્યાને લઈ એડિશનલ સેશન્સ જજ શ્રી એસ.જી. મનસુરીએ આરોપી જેસા લાખા ચેતરીયા અને રમેશ ગોવિંદ ધોકીયાને તકસીરવાન ઠેરવી, ત્રણ-ત્રણ વર્ષની સખત કેદ અને પ્રત્યેકને રૂપિયા 25,000 નો દંડ તેમજ અન્ય એક આરોપી મુકેશ મનહરલાલ પંડ્યા દ્વારા ખનીજ ચોરી માટે ગેરકાયદેસર રીતે એક્સપ્લોઝિવનો ઉપયોગ કર્યો હોવાથી આ ગુનામાં તેને ઉપરોક્ત સજા ઉપરાંત દસ વર્ષની સખત કેદ અને વધુ રૂપિયા 50,000 નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech