દ્વારકામાં વિદેશી દારુના જથ્થા સાથે બે ઝબ્બે: બે ફરાર

  • December 09, 2023 12:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોટલ, બે ગાડી સહિત ૫.૯૨ લાખનો મુદામાલ કબ્જે

દ્વારકા ટાઉનમાંથી બે શખ્સને ઇંગ્લીશ દારુની ૧૧૯ બોટલ અને બે ગાડી, મોબાઇલ મળી કુલ ૫.૯૨ લાખના મુદામાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા.
રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયએ દારુ-જુગારની બદી નેસ્તોનાબુદ કરવા અસરકારક કામગીરી કરવા સુચના કરતા એલ.સી.બી.ના પોલીસ ઇન્સ કે.કે.ગોહીલના નેતૃત્વ હેઠળ પો.સ.ઈ.બી.એમ.દેવમુરારી, તથા પો.સ.ઈ. એસ.વી.ગળચર તથા પો.સ.ઈ. એસ.એસ.ચૌહાણનાઓ તથા એલ.સી.બી. સ્ટાફના માણસો ઉપરોક્ત બાબતે કાર્યરત હતા.
દરમ્યાન પોલીસ હેડ કોન્સ. કુલદીપસિંહ જાડેજા તથા પ્રદીપસિંહ જાડેજા નાઓને સંયુકતમાં મળેલ હકીકત આધારે નીચે જણાવેલ આરોપી પ્રવિણ સુમણીયા તથા ડાડુભા વાઘા નાઓ નરસંગ ટેકરી, એ.સી.સી. કંપનીના પાછળના ગેઈટની બાજુમાં આવેલ બાવળની ઝાડીઓમાં તેમના સાગરીતો સાથે મળી ફોર વ્હીલ ગાડીઓમાં ગે.કા. ઇંગ્લીશ દારૂના જથ્થાની હેરફેર(કટીંગ) કરે છે તેવી હકીકત આધારે રેઇડ કરી અલગ-અલગ બ્રાંડનો ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થા સાથે નીચે જણાવેલ બે ઇસમોને પકડી પાડી તથા કરારી આરોપીઓ વિરૂધ્ધ પોલીસ હેડ કોન્સ. પ્રદીપસિંહ જાડેજા નાઓએ દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રેકર્ડ કરાવી ફરારી આરોપીઓને શોધી કાઢવા તજવીજ હાય ધરેલ છે.
પકડાયેલ આરોપીઓમાં પ્રવિણ કારુભાઇ સુમણીયા, ઉ.વ.૩૩, રહે, નરસંગ ટેકરી, દ્વારકા, તા.દ્વારકા, તથા પ્રકાશ ઉર્ફે પરેશ સુમરાભા કેર, ઉ.વ.૨૫, રહે. નરસંગ ટેકરી, હોટલની પાછળ, દ્વારકા, તા.દ્વારકાનો સમાવેશ થાય છે. જયારે ડાડુભા જશરાજભા વાઘા, રહે.પ્રાસણવેલ ગામ, દ્વારકા તથા રવી ગોરી ઉર્ફે જાબલી રહે જામનગર નામના બે શખ્સ ફરાર થઇ ગયા હતા.
પોલીસે કબજે કરેલ મુદ્દામાલમાં અલગ-અલગ બ્રાંડની ભારતીય બનાવટની ઇંગ્લીશ દારુની બોટલ નંગ-૧૧૯ કી. રુા.૪૭,૬૦૦, ફોર વ્હીલ નંગ-૨ કિ.રુા.૫,૦૦,૦૦૦ મોબાઇલ ફોન નંગ-૨ કિ.રુા.૪૫,૦૦૦ મળી કુલ મુદ્દામાલ કિ.રુા. પ,૯ર,૬૦૦ થાય છે, આ કાર્યવાહી દ્વારકા એલસીબી પીઆઇ કે.કે. ગોહીલ, પીએસઆઇ દેવમુરારી અને સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application