પંચેશ્વર ટાવર પાસે એકી-બેકીનો જુગાર રમતા બે ઝબ્બે

  • May 27, 2023 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર અને લાલપુરમાં બે આંકડાશાસ્ત્રીની અટકાયત

જામનગરના પંચેશ્ર્વર ટાવર પાસે એકી-બેકીનો જુગાર રમતા બે શખ્સ તથા દિ.પ્લોટ-૫૯ વિસ્તાર તથા લાલપુરના ચાર થાંભલા પાસેથી બે વર્લીબાઝને પકડી લેવામાં આવ્યા હતા, રોકડ અને સાહિત્ય કબ્જે લીધુ હતું.
જામનગરના નાગનાથ ગેઇટ, જુના કુંભારવાડામાં રહેતા રીક્ષા ડ્રાઇવર ભરત રમણીકલાલ મહેતા (ઉ.વ.૫૯) અને કાલાવડ નાકા બહાર મહારાજા સોસાયટી, શેરી નં. ૩માં રહેતા વેપારી ફીરોજ રજાક કાસ (ઉ.વ.૪૩) આ બંને શખ્સોને પંચેશ્ર્વર ટાવર, બેકરી સામે જાહેરમાં ચલણી નોટના નંબર પર એકીબેકીનો જુગાર રમતા રોકડા ૨૦૯૦ સાથે સીટી-એ પોલીસે પકડી પાડયા હતા.
જયારે જામનગરના દિ.પ્લોટ-૬૦માં રહેતા અનિલ લક્ષમણ બજાજ (ઉ.વ.૪૦)ને શહેરના દિ.પ્લોટ-૫૯ના ખુણે જાહેરમાં વર્લીમટકાના આંકડાનો જુગાર રમતા એક ચિઠ્ઠી અને ૫૫૦૦ની રોકડ સાથે પકડી પાડયો હતો. આ ઉપરાંત લાલપુરના દ્વારકાધીશપાર્ક શેરી નં. ૨માં રહેતા રસિક પ્રભુદાસ ગોહીલ (ઉ.વ.૪૫)ને લાલપુરના ચાર થાંભલા પાસે જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમતા ૧૭૦ની રોકડ અને આંકડા લખેલી ચિઠ્ઠી સાથે સ્થાનીક પોલીસે દબોચી લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application