યુપીની બે મહિલા કોન્સ્ટેબલે જાતિ પરિવર્તન માટે માગી પરવાનગી

  • September 26, 2023 11:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જયારે કોઈ વ્યકિત કંઈક કરવા માંગે છે, ત્યારે તે સમાજને નહીં, પરંતુ સૌથી પહેલા તેના પરિવારને ગુમાવે છે. મારી સાથે પણ એવું જ થયું. છોકરો બનવાનો મારો નિર્ણય મારા પરિવાર માટે આઘાત સમાન હતો. મેં જે સમય જોયો તેવો સમય કોઈના જીવનમાં આવ્યો નથી. પણહવે હત્પં મારા નિર્ણયમાં ઘણી આગળ વધી ચુકી છું. બધા સાથે ઉપરાંત મારી લડાઈ મારી જાત સાથે પણ છે અને હત્પં જીતીશ. આ વાત એક મહિલામાંથી પુષ બનવા ઈચ્છતી યુપી પોલીસની કોન્સ્ટેબલની છે થોડા દિવસો પહેલા બે મહિલા પોલીસકર્મીઓએ ડીજી ઓફિસને એક પત્ર મોકલ્યો હતો. જેમાં તેણે પુષ બનવાની ઈચ્છા વ્યકત કરી હતી.

ઉત્તર પ્રદેશ પોલીસમાં અલગ–અલગ જિલ્લાઓમાં તૈનાત બે મહિલા કોન્સ્ટેબલ પોતાનું લિંગ પરિવર્તન કરાવવા માંગે છે, આ માટે તેઓએ  હેડકવાર્ટરમાં અરજી કરી છે. મહિલા કોન્સ્ટેબલે પત્રમાં મામલાની સંપૂર્ણ માહિતી આપી અને પરવાનગીની માંગણી કરી. હવે અધિકારીઓ સામે પડકાર વધી ગયો છે. મહિલા કોન્સ્ટેબલોની અરજીઓનો નિકાલ કેવી રીતે કરવો તે અધિકારીઓની સામે સમસ્યા છે. હાલ ડીજીપી હેડકવાર્ટરની એસ્ટાબ્લિશમેન્ટ વિંગે આ સમગ્ર મામલે સરકારને પત્ર લખીને અંતિમ અભિપ્રાય માંગ્યો છે.

લિંગ પરિવર્તન વૈજ્ઞાનિક દ્રષ્ટ્રિકોણથી નવી વાત નથી. આવા કિસ્સાઓ સતત પ્રકાશમાં આવી રહ્યા છે, પરંતુ ઉત્તર પ્રદેશ પોલીસમાં મહિલા કોન્સ્ટેબલની જેન્ડર ચેન્જની અરજીએ અધિકારીઓને મૂંઝવણમાં મૂકી દીધા છે. તેનું કારણ એ છે કે મહિલા કોન્સ્ટેબલની ભરતી અને સેવાની શરતો પુષ કોન્સ્ટેબલની ભરતી અને સેવાની શરતોથી સંપૂર્ણપણે અલગ છે. ભરતી સમયે પુષ અને મહિલા કોન્સ્ટેબલના શારીરિક ધોરણો પણ અલગ હોય છે. આવી સ્થિતિમાં, સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે જો મહિલા કોન્સ્ટેબલને તેનું લિંગ બદલીને પુષ બનવાની મંજૂરી અપાય તો પછી ભરતીના ધોરણો અને સેવા નિયમોને લગતી અડચણો કેવી રીતે દૂર થશે? સવાલ એ પણ છે કે જો મહિલા કોન્સ્ટેબલને પણ પુષ બનવાની મંજૂરી આપવામાં આવે તો તે મહિલા કોન્સ્ટેબલની ઉંચાઈ પુષ કોન્સ્ટેબલની ભરતીના ધોરણો જેટલી કેવી રીતે થશે. અરજી કરનાર મહિલા કોન્સ્ટેબલે અરજી સાથે લિંગ પરિવર્તન અંગે ખાનગી ડોકટરનો મેડિકલ રિપોર્ટ પણ જોડો છે. આ મામલે બંને મહિલા કોન્સ્ટેબલે હાઈકોર્ટમાં પણ અરજી કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application