દ્વારકા એલસીબી દ્વારા બે પ્રોહી બુટલેગરો વિરુઘ્ધ પાસાનું શસ્ત્ર ઉગામવામાં આવ્યુ છે જે અનુસંધાને વોરન્ટની બજવણી કરીને બંને શખ્સોને પાસા હેઠળ રાઉન્ડઅપ કરી અલગ અલગ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.
રેન્જ આઇજ અશોકકુમાર યાદવ તથા દ્વારકા જીલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળાએ જીલ્લામાં ગેરકાયદે પ્રોહી બુટલેગરો, જાણીતા જુગારીઓ જેવા ઇસમો વિરુઘ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરતા એલસીબી પીઆઇ કે.કે. ગોહીલના વડપણ હેઠળ પીએસઆઇ દેવમુરારી, સ્ટાફ દ્વારા મોસ્ટ ગુનેગારોને ગુનાહીત માહતી એકત્ર કરી આ અંગે પાસા દરખાસ્ત મોકલી આપી હતી.
દ્વારકા જિલ્લા કલેકટર રાજેશ એમ. તન્નાએ સમાજમા ચાલી રહેલા દુષણરૂપી અસમાજીક પ્રવૃતિ પર અંકુશ મેળવવા શાંતીમય વાતાવરણમાં લોકો મુકત રીતે જીવી શકે તે પ્રકારનો હકારાત્મક અભગીગમ અપનાવી ત્વરીત નિર્ણય લઇ ઇસમોની પાસા દરખાસ્તના કાગળોનું અવલોકન કરી દ્વારકાના રાંગાસર ગામના ડુંગરભા ઉર્ફે બાડો ગગુભા માણેક અને જામજોધપુરના ડોકામરડાનેસમાં રહેતા રાજુ મુ કોડીયાતર બંને વિરુઘ્ધની પાસા દરખાસ્ત મંજુર કરી અટકાયતી વોરન્ટ ઇસ્યુ કર્યો હતો.
એલસીબીની ટીમ દ્વારા બંનેને રાઉન્ડઅપ કરી પાસા એકટ હેઠળના વોરન્ટની બજવણી કરી ડુંગરભા માણેકને સુરતની લાજપોર મઘ્યસ્થ જેલ અને રાજુ કોડીયાતરને બનાસકાંઠાની પાલનપુર જેલ ખાતે મોકલી આપવા કાર્યવાહી આગળ ધપાવી હતી.