ટ્વિટરે હટાવ્યા બ્લુ ટિક, CM યોગી,અમિતાભ બચ્ચન, ધોની, કોહલી સહિત અનેક સેલિબ્રિટીઓના એકાઉન્ટ ન રહ્યા વેરિફાઈડ

  • April 21, 2023 09:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરે તેની જાહેરાત મુજબ વેરિફાઈડ એકાઉન્ટમાંથી ફ્રી બ્લુ ટિક હટાવી દીધા છે. જે લોકોએ બ્લુ ટિક પ્લાન માટે ચૂકવણી કરી નથી તેમના ટ્વિટર એકાઉન્ટમાંથી બ્લુ ટિક કાઢી નાખવામાં આવ્યા છે. મસ્કએ 12 એપ્રિલે જ ટ્વિટરના વેરિફાઈડ એકાઉન્ટમાંથી બ્લુ ટિક હટાવવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે 20 એપ્રિલથી વેરિફાઈડ એકાઉન્ટમાંથી લેગસી બ્લુ ટિક માર્ક હટાવવામાં આવશે. મસ્કે કહ્યું હતું કે જો બ્લુ ટિકની જરૂર હોય તો દર મહિને ચૂકવણી કરવી પડશે.



ટ્વિટરની નવી સિસ્ટમ લાગુ થતાની સાથે જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, સલમાન ખાન, શાહરૂખ ખાન સહિત તમામ સેલિબ્રિટીની બ્લુ ટિક હટાવી દેવામાં આવ્યા છે. ટ્વિટરે અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકલ, વિરાટ કોહલીના બ્લુ ટિક પણ હટાવી દીધી છે. આ સિવાય યુપીના નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક, બસપા સુપ્રીમો માયાવતી, બીજેપીના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર સિંહ ચૌધરી સહિત ઘણા દિગ્ગજોના ટ્વિટર એકાઉન્ટ પરથી બ્લુ ટિક હટાવી દેવામાં આવ્યા હતા.


ઉલ્લેખનીય કે, ગત વર્ષે ઈલોન મસ્કના અધિગ્રહણ પહેલા ટ્વિટરે ઘણા એકાઉન્ટ વેરિફાઈ કર્યા હતા જેમાં પત્રકાર, અભિનેતા, રાજનેતા જેવી મોટી હસ્તીઓ સામેલ હતી. પહેલા ટ્વિટર કોઈ પૈસા લીધા વિના મફતમાં બ્લુ ટિક આપતું હતું. મસ્ક માને છે કે બેજ એક સ્ટેટસ સિમ્બોલ બનાવે છે, અને તે ઈચ્છે છે કે પ્લેટફોર્મ પરની કોઈપણ વ્યક્તિ ન્યૂનતમ ફી માટે ચકાસવામાં આવે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application