ભારતીય જનતા પાર્ટીની સંગઠન સંરચના અંતર્ગત રાજકોટ શહેર ભાજપ પ્રમુખ પદ માટે દાવેદારીના ફોર્મ ભરવાનું રાજકોટ શહેર ભાજપ કાયર્લિય કમલમ ખાતે આવતીકાલે સવારે 9-30 કલાકથી શરૂ થશે.મહાનગર ચૂંટણી અધિકારી ડો.માયાબેન કોડનાણીની ઉપસ્થિતિમાં સમગ્ર પ્રક્રિયા હાથ ધરાશે. ડો.માયાબેન કોડનાણી આજે રાત્રે રાજકોટ આવનાર હતા પરંતુ તેમના શેડ્યુલમાં ફેરફાર થતા હવે તેઓ સવારે રાજકોટ આવશે અને તેમના આગમન બાદ પ્રક્રિયા શરૂ થશે. વર્તમાન પ્રમુખ મુકેશભાઇ દોશીને રિપિટ કરાય તેવી શક્યતા વચ્ચે નવા પ્રમુખની નિયુક્તિ માટે પ્રક્રિયાનો ધમધમાટ શરૂ કરાયો છે. હાલ પક્ષના વર્તુળોમાં ચચર્તિી વિગતો મુજબ કુલ વીસેક નામો પ્રમુખ પદની દાવેદારી કરશે તેવી ચચર્િ છે, પક્ષ કોના ઉપર પસંદગીનો કળશ ઢોળશે તે આગામી તા.10 જાન્યુઆરી આજુબાજુ સ્પષ્ટ થઇ જશે.
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ પદ માટે હાલ કુલ વીસેક દાવેદારોના નામ ચચર્ઇિ રહ્યા છે જેમાં વર્તમાન પ્રમુખ મુકેશભાઇ દોશી, વર્તમાન ત્રણ મહામંત્રીઓ માધવભાઇ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, અશ્વિનભાઇ મોલિયા, જીતુભાઇ કોઠારી, પરેશભાઇ ઠાકર, કશ્યપભાઇ શુક્લ અથવા નેહલભાઇ શુકલ (બન્નેમાંથી કોઇ પણ એક), પૂર્વ સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન પુષ્કરભાઇ પટેલ, પૂર્વ મેયર પ્રદીપભાઇ ડવ, પૂર્વ શાસક પક્ષ નેતા દલસુખભાઇ જાગાણી (પ્રજાપતિ), કિશોરભાઇ રાઠોડ, નીતિનભાઇ ભૂત, જિજ્ઞેશભાઇ જોષી, કોર્પોરેટર દેવાંગભાઇ માંકડ, કિરણબેન માંકડીયા, કોર્પોરેટર કેતનભાઇ પટેલ, કોર્પોરેટર અશ્વિનભાઇ પાંભર, કોર્પોરેટર મનિષભાઇ રાડિયા, દિનેશભાઇ કારીયા સહિતના વીસેક આગેવાનોના નામ હાલ દાવેદારો તરીકે ચચર્ઇિ રહ્યા છે, અલબત્ત આવતીકાલે દાવેદારી માટેના ફોર્મ રજૂ થયા બાદ ચિત્ર સ્પષ્ટ થશે. વોર્ડ પ્રમુખ અને તાલુકા મંડલ પ્રમુખની દાવેદારી વેળાએ લાગુ કરાયો હતા તેમાંના બે નિયમો જેમાં ચુંટાયેલા પ્રતિનિધિ દાવેદારી ન કરી શકે અને 60 વર્ષની વય મયર્દિાનો નિયમ આ બન્ને નિયમ મહાનગર અને જિલ્લા પ્રમુખની નિયુક્તિમાં નીકળી જતા દાવેદારોની સંખ્યામાં ઉછાળો આવ્યો છે.
પ્રમુખપદ માટે કોણ દાવેદારી કરી શકશે?(1) વર્તમાન તેમજ પૂર્વમાં બે વખત સક્રિય સભ્ય બનેલા હોવા જોઈએ, જેની માહિતી ફોર્મ સાથે જોડવાની રહેશે.
(2) મહાનગર પ્રમુખ બનવા ઇચ્છુક કાર્યકતર્એિ મંડલ અધ્યક્ષ અથવા જીલ્લા/પ્રદેશ સ્તરે જીલ્લા/પ્રદેશની ટીમ, મોરચા, પ્રકલ્પમાં કામ કરેલુ હોવુ ફરજીયાત
(3) પ્રમુખ તરીકે મહિલાનો પણ સમાવેશ કરી શકાશે.
(4) પરિવારમાં એક કાર્યકતર્નિે એક જવાબદારીનો નિયમ લાગુ પડશે.
(5) જે મહાનગર પ્રમુખ સતત બે ટર્મ /મહાનગર પ્રમુખ રહ્યા હોય તેઓને ફરીવાર રીપીટ કરવામાં આવશે નહીં.
(6) મહાનગર પ્રમુખ બનવા માટે ઇચ્છુક વ્યક્તિ કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ન હોવા જોઇએ (આર્થિક અને ચારિત્ર્યની બાબતમાં કોઈ પોલીસ કેસ થયો હોય તેને લાગુ પડશે)
(7) પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરાયેલા વ્યક્તિ પ્રમુખપદની દાવેદારી કરી શકશે નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech