સંત કબીર રોડ પર ટેન્કરે બાર વર્ષના બાળકને કચડી નાખ્યો

  • September 04, 2024 03:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં ગઈકાલે કુવાડવા રોડ પર ટ્રકની ઠોકરે બાઈક ચાલક યુવાનનું મોત થયાના બીજા જ દિવસે આજરોજ શહેરના સતં કબી રોડ પર વધુ એક જીવલેણ અકસ્માતની ઘટના બની છે. અહીં દૂધેશ્વર મહાદેવ મંદિર પાસે શાળાએથી ઘરે સાઇકલ પર જઈ રહેલા ૧૨ વર્ષના બાળકને ટ્રકે હડફેટે લેતા બાળકનું ઘટનાસ્થળે કમકમાટીભયુ મોત થયું હતું. બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસનો સ્ટાફ તાકીદે ઘટનાસ્થળે દોડી ગયો હતો બીજી તરફ અકસ્માતની આ ઘટનાને લઇ અહીં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા.

અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મૂળ યુપીના વતની અને હાલ રાજકોટમાં સતં કબીર રોડ પર ભગીરથ સોસાયટીમાં રહેતા પરિવારનો ૧૨ વર્ષનો પુત્ર પવન રામવિહારી નિશાદ આજરોજ બપોરના સુમારે અહીં રણછોડનગરમાં આવેલી શાળા ન.૧૫ માંથી ૧૨:૩૦ ના અભ્યાસ પૂર્ણ કરી સાયકલ પર ઘરે પરત ફરી રહ્યો હતો. દરમિયાન સતં કબીર રોડ પર દુધેશ્વર મહાદેવ મંદિર પાસે પાછળથી આવી રહેલા ટ્રકે સાઇકલને હડફેટે લેતા બાળકને ગંભીર ઈજા પહોંચી હતી બનાવને લઈ અહીં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા. દરમિયાન કોઈએ ૧૦૮ ને જાણ કરતા ૧૦૮ ની ટીમ અહીં પહોંચી ગઈ હતી ૧૦૮ ના ઇએમટીએ જોઈ તપાસી બાળકને મૃત જાહેર કર્યેા હતો.બનાવને લઈ બી ડિવિઝન પોલીસ મથકમાં એએસઆઈ એ.વી.બકુત્રા અને રાઇટર કૃણાલભાઈ સહિતનો સ્ટાફ પણ અહીં દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માતમાં મોતને ભેટનાર બાળકના પરિવારનો સંપર્ક કરી તેને બનાવ અંગે જાણ કરી હતી. ૧૨ વર્ષનો પવન નિશાનો પરિવાર મૂળ યુપીનો વતની છે. અને હાલ અહીં રાજકોટમાં સતં કબીર રોડ પર ભગીરથ સોસાયટીમાં રહે છે.બાળકના પિતા ઇમિટેશનનું કામ કરે છે.પવન ત્રણ ભાઈ,બે બહેનના પરિવારમાં મોટો હતો. અકસ્માતની આ ઘટનાને લઇ બાળકના પરિવારજનો આઘાતમાં સરી પડા હતા. તો બીજી તરફ અકસ્માતની ઘટના બાદ ટ્રક રેઢો મૂકી નાસીજનાર ટ્રક ચાલક સામે પોલીસે ગુનો નોંધવા અને તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. અકસ્માતમાં મોતને ભેટનાર પવન ત્રણ ભાઈ બે બહેનના પરિવારમાં મોટો હતો. તે અહીં ઘર નજીક રણછોડનગરમાં શાળા નંબર ૧૫માં અભ્યાસ કરતો હતો. આજરોજ શાળાએ ગયા બાદ ઘરે પરત ફરતે વેળાએ ટ્રક તેના પર કાળ બની ત્રાટકયો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application