તાજેતરમાં જ તુર્કીના શૂટર યુસુફ ડિકેકે પેરિસ ઓલિમ્પિક 2024માં સિલ્વર મેડલ જીત્યો હતો. યુસુફે કેઝ્યુઅલ લુકમાં સ્પર્ધામાં ભાગ લીધો હતો અને મોટી જીત મેળવી હતી. તેના કોમન મેન અવતાર અને શૂટિંગની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ હતી. સિલ્વર મેડલ જીત્યા બાદ યુસુફ ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો હતો. જો કે, આ દરમિયાન યુસુફ ડિકેકની જગ્યાએ બોલિવૂડ અભિનેતા આદિલ હુસૈનને અભિનંદન મળવા લાગ્યા.
આદિલ વિશે કરવામાં આવેલ ટ્વિટ
એ ટ્વીટમાં લખ્યું હતું કે 'આદિલ હુસૈન, ઓલિમ્પિક 2024માં તુર્કી માટે સિલ્વર જીતવા બદલ અભિનંદન. આદિલ તરત જ આ મજાક સમજી ગયો અને તેને શેર કરતી વખતે તેણે જવાબ આપ્યો, ‘કાશ આ સાચું હોત... હજી પ્રેક્ટિસ કરવામાં મોડું નથી થયું, મારી પાસે એટિટ્યુડ તો છે જ, હવે હું સ્કિલ સેટ પર પણ કામ કરી શકું છું.’ યુઝર્સે કોમેન્ટ સેક્શનમાં પણ અભિનેતાની મજા માણી છે.
અભિનેતાએ કહ્યું- રમુજી લાગ્યું
આદિલ હુસૈને પણ પોતાના એક ઈન્ટરવ્યુમાં આ વિશે વાત કરી છે. તેણે કહ્યું, 'મને નથી લાગતું કે આ ટ્વીટ ગેરસમજના કારણે કરવામાં આવી હોય. આ તેણે સમજી વિચારીને કર્યું. આ મજાકમાં કરવામાં આવ્યું હતું. તેથી જ્યારે મેં તે જોયું, ત્યારે મને આશ્ચર્ય ન થયું. હકીકતમા મને તે ખૂબ જ રમુજી લાગ્યું.
ઈન્ટરવ્યુ દરમિયાન આદિલને પૂછવામાં આવ્યું કે શું તેને પોતાના અને યુસુફ ડિકેકના લુકમાં કોઈ સમાનતા લાગે છે. આના પર તેણે કહ્યું, 'બિલકુલ નહીં. મને નથી લાગતું કે અમારા વાળ અને ચશ્માની ફ્રેમ સિવાય અમારી વચ્ચે કંઈપણ સામ્ય હોય. તે ટ્વીટ મજામાં કરવામાં આવી હતી, તેથી મેં પણ તેને મજાકની રીતે લીધું. તે ખૂબ જ રમુજી હતું.
કોણ છે યુસુફ ડીકેક?
તુર્કીનો શૂટર યુસુફ ડિકેક અંતિમ રાઉન્ડમાં સર્બિયાના શૂટર સામે હારી ગયો હતો. તેણે ગોલ્ડને બદલે સિલ્વર મેડલ જીત્યો. જો કે તેની જીત પછી, તે તેના કેઝ્યુઅલ લુકને કારણે રાતોરાત ઇન્ટરનેટ સેન્સેશન બની ગયો. યુસુફની દેશ-વિદેશમાં ચર્ચા થવા લાગી. શૂટર ઓલિમ્પિકમાં તેની ટીમની સફેદ ટી-શર્ટ અને ટ્રેક પેન્ટ પહેરીને જોવા મળ્યો હતો. અન્ય શૂટરોથી વિપરીત, યુસુફે આંખના કવર અથવા કાનના કવર જેવા કોઈ ખાસ સાધનો પહેર્યા ન હતા. તેણે માત્ર તેના ચશ્મા પહેર્યા હતા અને 10 મીટર પિસ્તોલ સ્પર્ધામાં સિલ્વર જીત્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકા સાથેના તણાવ વચ્ચે માર્ક કાર્ની બન્યા કેનેડાના 24મા વડાપ્રધાન
March 14, 2025 11:37 PMઇરાકમાં ખૂંખાર આતંકવાદી ઠાર, ઇરાકના પ્રધાનમંત્રીએ IS અબુ ખદીજાના મોતની કરી પુષ્ટિ
March 14, 2025 11:35 PMUS Car Accident: ટેક્સાસના ઓસ્ટિનમાં ભયાનક માર્ગ અકસ્માત, 5ના મોત, 11 ઘાયલ
March 14, 2025 11:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech