સ્વીડનની નાટો સભ્યપદને સમર્થન આપવાના બદલામાં તુર્કીને F-16 જેટ મળશે, રાષ્ટ્રપતિ એર્દોગનએ એમઓયુ પર કર્યા હસ્તાક્ષર

  • January 26, 2024 09:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તુર્કીએ આખરે સ્વીડનને NATO ના સભ્ય બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી. ડીલના ભાગરૂપે તુર્કી સ્વીડનની નાટો સભ્યપદને સમર્થન આપે છે. નાટોના સભ્યપદ માટે સ્વીડનની મંજૂરીના બદલામાં યુએસ તુર્કીને F-16 ફાઈટર પ્લેન વેચશે. તુર્કીના રાષ્ટ્રપતિ રીસેપ તૈયપ એર્દોગને ગુરુવારે સ્વીડનની નાટો સભ્યપદ પર સમજૂતીના મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કર્યા.


તુર્કીની સંસદે મંગળવારે તેને મંજૂરી આપી હતી. તુર્કીના સમર્થન બાદ સ્વીડન નાટોનું સભ્ય બનવાની નજીક પહોચી ગયું છે. હંગેરી હવે એકમાત્ર નાટો સાથી છે જેણે હજુ સુધી સ્વીડનની સભ્યપદની દરખાસ્ત પસાર કરી નથી. નાટોના સભ્ય બનવા માટે તમામ સભ્યોના સમર્થનની જરૂર છે.


અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને તુર્કી દ્વારા સ્વીડનની નાટો સભ્યપદની મંજૂરીને આવકારી છે. બ્રિટનના વિદેશ મંત્રી ડેવિડ કેમરને પણ આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી છે. શુક્રવારે પત્રકારો સાથે વાત કરતા રાષ્ટ્રપતિ એર્દોગને કહ્યું કે તુર્કી હવે એફ-16ના વેચાણ પર અમેરિકાની કામગીરીની રાહ જોઈ રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application