રાજકોટની વધુ એક પ્રતિષ્ઠિત શાળા વેચી મારવા માટે ટ્રસ્ટીનો કારસો

  • February 17, 2025 03:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરની મધ્યમાં આવેલી વિરાણી જેવી શાળાઓને તેના જ ટ્રસ્ટીઓ દ્રારા મોડા દલ્લાના બદલામાં ટ્રસ્ટના સભ્યો બદલીને વેચી દેવાના પેંતરા થતા રહે છે.
વિરાણી શાળાની જમીન ખાનગી ઠરાવીને તેનો લાડવો કરી જવા માંગતા ટ્રસ્ટી અને અન્ય મળતિયાઓને રાજકોટ પ્રાંત અધકારી દ્રારા જડબાતોડ જવાબ અપાયો હતો અને સંપૂર્ણ જમીન સરકારી હોવાનો ચુકાદો અપાયો હતો. આ પછી આવી રીતે શાળાઓની જમીનો વેચવાની ફીરક કરનારાઓ પાછા પડી જવા જોઈતે હતા પણ વડવાઓએ કરેલી સખાવતને ભૂલીને કામની કરી લેવાની ઉતાવળ ધરાવતા અને પોતાની 'શ્રેય' જ વિચારનારા એક ટ્રસ્ટીએ અન્ય એક શાળાને પધરાવી દેવા માટે ચક્રો ગતિમાન કાર્ય હોવાનું જાણવા મળે છે.
'કડવી' વાસ્તવિકતા એ છે કે આ શાળાના ટ્રસ્ટીઓ બદલવા અને ટ્રસ્ટ ડીડમાં ફેરફાર કરવા માટે ચેરીટી કમિશનરમાં કવાયત શ કરી દેવામાં આવી છે અને રાજકોટ વધુ એક શાળા ગુમાવે તેવી સંભાવના ઉભી થઇ છે.
વિરાણી સ્કુલની જેમ આ ગતિવિધિને પણ પડકારવામાં આવે એવી સંભાવના દેખાઈ રહી છે.
આ પહેલા કોટેચા ચોક નજીક આવેલી એક શાળાની જગ્યા બદલીને શહેરથી અનેક કિલોમીટર દુર શિટ કરવામાં આવી હતી અને તે જગ્યાનો સોદો થઇ ગયો હતો.
આ ઉપરાંત આ જ વિસ્તારમાં આવેલી એક શાળાની જગ્યાએ તો મસમોટું શોપિંગ સેન્ટર પણ બાંધી દેવામાં આવ્યું છે. રાજકોટની અનેક પેઢીઓ યાં ભણીને આગળ વધી છે એવી શહેરની ધરોહર જેવી શાળાઓ એક પછી એક ગાયબ કરી દેવાની જાદુગરી થઇ રહી છે તેની સામે શહેરના પ્રબુદ્ધ નાગરિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application