ટ્રમ્પ અમેરિકામાં ગેરકાયદે વસતા લોકોને હાંકી કાઢશે, NATO છોડવાનો પણ વિચાર

  • December 09, 2024 08:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ પદના શપથ લીધા બાદ એક ટીવી ચેનલેને ઇન્ટરવ્યૂ આપ્યું હતું. જેમાં તેઓએ ફરી અમેરિકામાં રહેતા ગેરકાયદે પ્રવાસીઓને દેશમાંથી કાઢી નાખવાના નિર્ણય પર અડગ છે તેવું જણાવ્યું હતું. તેમજ નાટો છોડવા પર પણ ગંભીરતાથી વિચારશે. ડ્રીમર્સ ઈમિગ્રન્ટ્સ એવા ઈમિગ્રન્ટ્સ છે જે બાળપણમાં અમેરિકા આવ્યા હતા અને તેમની પાસે કોઈ દસ્તાવેજ નથી.


બાળક જન્મતાની સાથે જ અમેરિકન નાગરિકત્વ મેળવી લે છે
ઈન્ટરવ્યૂમાં ટ્રમ્પે કહ્યું હતું કે, ઓફિસમાં તેમના પ્રથમ દિવસે જ તેઓ જન્મ સમયે અમેરિકન નાગરિકતાના અધિકારને હટાવી દેશે. અમેરિકી બંધારણના 14માં સુધારા મુજબ અમેરિકામાં જન્મ લેનાર કોઈપણ બાળક જન્મતાની સાથે જ અમેરિકન નાગરિકત્વ મેળવી લે છે. ભલે તેના માતાપિતા કોઈપણ દેશની નાગરિકતા ધરાવતા હોય. જો કે, ટ્રમ્પના નિર્ણયને કાયદાકીય અડચણોનો સામનો કરવો પડી શકે છે.


નાટો છોડવાનું વિચારશે
ઇન્ટરવ્યૂ દરમિયાન ટ્રમ્પે નાટો વિશે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ બન્યા બાદ તે તેનાથી ખસી જવા અંગે ગંભીરતાથી વિચાર કરશે. તેમણે એ પણ વચન આપ્યું હતું કે, ગર્ભપાતની ગોળીઓ પર પ્રતિબંધ મૂકશે નહીં. ટ્રમ્પે એમ પણ કહ્યું કે, રાષ્ટ્રપતિ બન્યા બાદ ફેડરલ રિઝર્વ (સેન્ટ્રલ બેંક)ના ચેરમેન જેરોમ પોવેલને પદ છોડવા માટે કહેવાની તેમની કોઈ યોજના નથી.


કેપિટલ હિલ હિંસાના ગુનેગારોને માફ કરશે
ટ્રમ્પે વચન આપ્યું કે, તેઓ રાષ્ટ્રપતિ બનતાની સાથે જ કેપિટલ હિલ કેસના ગુનેગારોને માફ કરવા માટે પગલાં લેશે. ટ્રમ્પ 2020માં રાષ્ટ્રપતિની ચૂંટણી હારી ગયા પછી 6 જાન્યુઆરી, 2021ના ​​રોજ તેમના કેટલાક સમર્થકો કેપિટલ હિલ (યુએસ સંસદ)માં પ્રવેશ્યા અને લૂંટફાટ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application