અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને ચીન સહિત બ્રિક્સ દેશોને ધમકી આપી છે. ટ્રમ્પે ધમકીભર્યા સ્વરમાં કહ્યું કે, બ્રિક્સ દેશોએ સમજવું જોઈએ કે તેઓ યુએસ ડોલરનું સ્થાન લઈ શકતા નથી. જો આવું કરવાનો કોઈ પ્રયાસ કરવામાં આવશે તો અમેરિકા આ દેશો પર 100 ટકા ટેરિફ લાદશે.
ટ્રમ્પે કહ્યું કે જો બ્રિક્સ અમેરિકન ડોલરને પડકારવા માટે પોતાનું નવું ચલણ લોન્ચ કરશે તો તેને ભારે કિંમત ચૂકવવી પડશે. તેમને અમેરિકન બજારમાંથી બાકાત રાખવામાં આવશે. ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા પ્રેક્ષક બનીને રહેશે નહીં અને આ ધમકીનો જવાબ આપશે.
ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર શું લખ્યું?
ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું કે બ્રિક્સ દેશો યુએસ ડોલરના વર્ચસ્વને પડકારવાનો પ્રયાસ કરી રહ્યા છે. આપણે આને ચૂપચાપ જોઈશું નહીં. જો BRICS નવી કરન્સી બનાવશે અથવા અન્ય કોઈ કરન્સીને સમર્થન આપશે તો તેમના પર 100 ટકા ટેરિફ લાદવામાં આવશે. જો આવું થશે, તો બ્રિક્સ દેશો માટે અમેરિકન બજારના દરવાજા બંધ થઈ જશે.
બ્રિક્સ પોતાની કરન્સી કેમ બનાવી રહ્યું છે?
બ્રિક્સમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા જેવા દેશોનો સમાવેશ થાય છે. આ જૂથ વૈશ્વિક સ્તરે યુએસ ડોલર પરની નિર્ભરતા ઘટાડવા માંગે છે. બ્રિક્સ દેશો બ્રિક્સ ચલણની મદદથી પોતાનો વેપાર શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છે. રશિયા અને ચીન પહેલાથી જ ડોલરને બદલે યુઆન અને અન્ય ચલણોમાં વેપાર કરી રહ્યા છે. હવે બ્રિક્સની આ નવી કરન્સી અમેરિકાની આર્થિક સ્થિતિને નબળી બનાવી શકે છે.
બ્રિક્સ કરન્સીથી અમેરિકાને શું ખતરો છે?
જો બ્રિક્સ પોતાની કરન્સી લોન્ચ કરે તો તે યુએસ ડોલરના વર્ચસ્વને નબળું પાડી શકે છે. અમેરિકાની વૈશ્વિક શક્તિનું એક મુખ્ય કારણ ડોલરનું વર્ચસ્વ છે. જો દુનિયા ડોલરને બદલે બ્રિક્સ કરન્સી અપનાવવાનું શરૂ કરે તો અમેરિકન અર્થતંત્રને મોટો ફટકો પડી શકે છે.
શું ટ્રમ્પની ધમકીથી બ્રિક્સ ડરી જશે?
ચીન અને રશિયા પહેલાથી જ ડોલરથી દૂર જવાની વ્યૂહરચના પર કામ કરી રહ્યા છે. ભારત અને બ્રાઝિલ પણ તેમના વેપારમાં ડોલરને બદલે સ્થાનિક ચલણને પ્રોત્સાહન આપવાનું વિચારી રહ્યા છે. જોકે, અમેરિકાના ટેરિફ લાદવાના નિર્ણયથી બ્રિક્સ દેશોને તેમના પોતાના ચલણો વધુ મજબૂત રીતે અપનાવવા માટે પ્રોત્સાહિત કરી શકાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech